ખાસ-ખબર સંવાદદાતા
સોમનાથ મંદિર સાનિધ્યે વેસ્ટર્ન રેલવે રિઝર્વેશન ટિકિટ બારી લિંક ફેયલયોર કારણે અઠવાડિયાથી બંધ રહેતા યાત્રીકો ની મુશ્કેલી માં વધારો જોવા મળી રહ્યો છે હાલ અધિક શ્રાવણ માસ અને બીજા રાજ્યોનો શ્રાવણ માસ તેમજ અવિરત સોમનાથ આવતાં પ્રવાસીઓ-યાત્રિકોને પારાવાર હાલાકીનો સામનો કરી રહ્યાછે એવા સમયે તંત્રના પેટનું પાણી હલતું નથી. વિશ્વ પ્રસિદ્ધ બાર જ્યોર્તિલિંગનાં પ્રથમ જ્યોર્તિલિંગ એવું સોમનાથ મહાદેવ મંદિર જ્યાં આવેલું હોઈ એવા તીર્થ ધામ માં ભારતીય રેલવે તંત્રએ સોમનાથ મંદિર ની સામેજ રેલવે રિઝર્વેશન ટિકિટ બુથ ખોલેલ છે.
જે બુથ છેલ્લા અઠવાડિયા થી નેટવર્ક નાં અભાવે “લિંક ફેયલયોર” નાં બોર્ડ સાથે બંધ છે.દૂર દૂર થી આવેલા યાત્રિકો પ્રવાસીઓ હેરાન પરેશાન થાય છે અને પવિત્ર અધિક માસ અને અન્ય રાજ્યોના શ્રાવણ માસ નાં યાત્રાળુઓને રેલવે ટીકીટ રિઝર્વેશન થતું નથી જેથી પારાવાર હાલાકી ભોગવવી પડે છે. તંત્ર દ્વારા આ ટિકિટ બારી ફરી ચાલુ કરવાના કોઈ પ્રયાસોજ કરાતા નથી ત્યારે સ્થાનિક લોકો અને યાત્રિકો માંથી રિઝર્વેશન સુવિધા ઝડપથી શરુ થાય તેવી માંગ ઉઠવા પામી છે.