ખાસ-ખબર ન્યૂઝ ગિર સોમનાથ, તા.1
સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચૂડાસમા વેરાવળ બંદરે ચાલી રહેલા કામોમાં થતી ગેરરીતિ અધિકારીઓને બતાવવા પહોચ્યા હતા.ત્યારે મેરીટાઈમ બોર્ડ, છઝઘ, પ્રાંત કચેરી, ખાણ ખનીજ સહિત વિભાગના અધિકારીઓને તેમણે જાહેરમાં બંદરના કામમાં ગેરરીતિ થતી હોય તેવું જણાવ્યું અને ભારે વાહનો જાહેરનામું હોઈ તેમ છતાં પસાર થાય છે તેમજ બંદરના વિકાસમાં હલકી ગુણવત્તાનો માલ વાપરવામાં આવે છે તે બાબતે તેમણે મેરીટાઈમ બોર્ડના અધિકારીનો જાહેરમાં ઉધડો પણ લીધો હતો.
સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ વેરાવળ બંદરે કામમાં ગેરરીતિ થતી હોવાનાં આક્ષેપ સાથે અધિકારીઓનો ઉધડો લીધો
