ગીર સોમનાથ અધિક માસમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યે હરિ અને હરની પાવન ભૂમિમાં ભક્તો પધારી રહ્યાં છે ત્યારે બિહાર હેરિટેજ ડેવલપમેન્ટ સમિતિના ચેરમેનશ્રી સહિતના સભ્યોએ પણ દેવાધિદેવ મહાદેવને શીશ ઝૂકાવ્યું હતું અને આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. ભારતીય સંસ્કૃતિમાં અધિક માસનું અનેરૂ મહત્વ છે ત્યારે બિહાર હેરિટેજ ડેવલપમેન્ટ સમિતિના ચેરમેન પ્રેમ કુમાર સાથે જ તેમના ધર્મપત્નીશ્રીએ પણ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતાં ઉપરાંત સોમનાથ મંદિરમાં ગંગાજળનો જળાભિષેક અર્પણ કર્યા બાદ પૂજા-અર્ચના કરી ધન્યતા અનુભવી હતી.
આ સાથે જ સોમનાથ મંદિરના પ્રાંગણમાં ચેરમેનશ્રીએ પ્રદક્ષિણા કરી અને સુખાકારીની કામના કરી હતી. સોમનાથ ટ્રસ્ટ જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ વિનય બિહારી, વિદ્યા સાગર કેસરી, પવન કુમાર યાદવ સહિત બિહાર હેરિટેજ ડેવલપમેન્ટ સમિતિના તમામ સભ્યોને આવકાર્યા હતાં.