ખાસ-ખબર સંવાદદાતા
આપણા ભારત દેશની બાર જ્યોતિર્લિંગમાંના પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવ મંદિરે ગત નવેમ્બર માસમાં 6,15,915 દર્શનાર્થીઓ ભગવાન સોમનાથ દાદાના દર્શન કરીને ધન્ય બન્યા. ગત વર્ષ 2021 નાં નવેમ્બર માસ માં 8,08,398 જેટલા ભાવિકોએ સોમનાથ દાદાનાં દર્શન કર્યા હતા. ચાલુ વર્ષે ગત નવેમ્બરમાં સોમનાથ મહાદેવનાં દર્શન કરનારાઓમાં આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિતનાઓએ દર્શન કર્યા હતા. ચાલુ ડિસેમ્બર મહિનામાં નાતાલની વેકેશન માણવા યાત્રિકો ઉમટી પડશે.
સોમનાથ મહાદેવ મંદિરે નવેમ્બર માસમાં 6,15,915 દર્શનાર્થીએ શીશ ઝુકાવ્યું
