રાજકોટ-સુરેન્દ્રનગર વચ્ચે ડબલ ટ્રેકનાં કામને લઇ નિર્ણય કરાયો
આ બન્ને ટ્રેન સુરેન્દ્રનગરથી સોમનાથ વચ્ચે રદ કરવામાં આવી છે.
- Advertisement -
સોમનાથ અનેક ટ્રેન પ્રભાવીત થવાનાં કારણે મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ-સુરેન્દ્રનગર વચ્ચે રેલ્વેનાં ડબલ ટ્રેકનું કામ ચાલી રહ્યું છે.જેના કારણે અનેક ટ્રેન પ્રભાવીત થઇ છે. તેમજ સોમનાથ-અમદાવાદ ઈન્ટરસિટી એકસપ્રેસ ટ્રેન રદ કરવામાં આવી છે. તા. 11 જુન અને 12 જુનનાં ટ્રેન ચલાવવામાં આવશે નહી. રાજકોટ મંડળનાં સુરેન્દ્રનગર – રાજકોટ સેકશનમાં વાંકાનેર,અમરસર અને સિંધાવદર સ્ટેશનનો ઉપર ડબલ ટ્રેનનું કામ ચાલી રહ્યું છે. આ કામને લઇ અનેક ટ્રેન પ્રભાવીત થઇ છે.તેમજ કેટલીક ટ્રેન રદ કરવામાં આવી છે. રેલ્વે વિભાગનાં જણાવ્યા મુજબ તા. 11 અને 12 જુનનાં ટ્રેન નંબર 19119 અમદાવાદ-સોમનાથ ઈન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેન સુરેન્દ્રનગર સુધી અને ટ્રેન નંબર 19120 સોમનાથ-અમદાવાદ ઈન્ટરસિટી એક્સપ્રેસ સુરેન્દ્રનગરથી અમદાવાદ સુધી દોડશે.