13.82 લાખના મુદ્દામાલ સાથે ચારની ધરપકડ
ખાસ-ખબર સંવાદદાતા
મોરબીના અમરેલી રોડ પર બાવળની કાંટમાં ખુલ્લી જગ્યામાં અનઅધિકૃત રીતે ક્ધટેનર કટિંગ કરીને તેનો ભંગાર બનાવી વેચી મારવાનું મસમોટું કૌભાંડ મોરબી એલસીબી ટીમે ઝડપી લીધું છે જેમાં એલસીબી ટીમે 13.82 લાખના મુદામાલ સાથે ચાર શખ્સોને દબોચી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
- Advertisement -
મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન સંયુક્ત રીતે બાતમી મળી હતી કે, મોરબી અમરેલી રોડ ઉપર આવેલ મહાકાળી માતાજીની ડેરી પાસે બાવળની કાંટ તથા ખુલ્લી જગ્યામાં અમુક ઈસમો અનઅધિકૃત રીતે ક્ધટેનરો બહારથી લાવી તેનું કટીંગ કરી તેનો ભંગાર કરીને ભંગારમાં વેચવાની પેરવી કરવાનું કામ કરે છે જે અન્વયે એલસીબી ટીમે આ જગ્યાએ દરોડો પાડતા રવિ વિનોદભાઇ પંસારા (રહે. વીસીપરા મેઇન રોડ, મોરબી), નકુલ કરશનભાઇ મંદરીયા (રહે. ભીમસર, વેજીટેબલ રોડ, મોરબી), મહેન્દ્ર ભરતભાઇ સોલંકી (રહે. શોભેશ્વર રોડ, કુબેર ટોકિઝ પાછળ, મોરબી) અને ફિરોજ રહીમભાઇ મમાણી (રહે. સુરેન્દ્રનગર, બસ સ્ટેન્ડ પાછળ, ખાટકીવાસ) ક્ધટેનર કાપતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા જેથી એલસીબી ટીમે ત્યાંથી કેનકોર કંપનીનાં 4 ક્ધટેનર (કિં.રૂૂ.10 લાખ), ક્ધટેનર કટીંગનો લોખંડનો ભંગાર અંદાજીત વજન 8370 કિલોગ્રામ (કિં.રૂૂ.2,92,950), ગેસના નાના મોટા 24 સીલેન્ડર (કિં.રૂૂ.69000), ત્રણ ગેસ કટર ગન પાઈપ સાથે (કિં.રૂૂ.6000) તેમજ ત્રણ મોબાઇલ ફોન (કિં.રૂૂ.15000) સહિત કુલ રૂૂ. 13,82,950નો મુદ્દામાલ કબ્જે કરીને ધોરણસરની કાર્યવાહી કરી હતી.