જીવદયા પ્રેમી દ્વારા વાઇરલ વીડિયો બાદ કાર્યવાહી હાથ ધરી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
ધ્રાંગધ્રા તાલુકાના સોલડી ગામે ગૌવંશ પર એક શખ્સ ધારિયા જેવા તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતો હોવાનો વિડિયો વાઇરલ થયો હતો જે વિરલ વીડિયોના આધારે ધ્રાંગધ્રા જીવદયા પ્રેમીઓમાં હુમલાખોર વિરુધ રોષ જોવા મળ્યો હતો જ્યારે જીવદયા પ્રેમી દ્વારા વાયરલ વીડિયોમાં આધારે તપાસ કરતા ગૌવંશ પર હુમલો કરતો શખ્સ સોલડી ગામનો શૈલેષભાઈ ગોરધનભાઈ પ્રજાપતિ હોવાનું સામે આવતા ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથક ખાતે શખ્સ વિરુધ ગુન્હો નોંધાવતા કાર્યવાહી હાથ ધરી છે.