ગેરકાયદે ખડકેલા સોલાર પ્લાન્ટમાંથી 9 કરોડની વીજળી ખરીદાઈ: ઋત્વિકભાઇ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.5
સુરેન્દ્રનગર જિલ્લામાં સરકારી અને ગૌચર જમીન માત્ર ચોપડા પર હોવાનું નજરે પડે છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના તમામ તાલુકા અને આ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં એક એક વિઘા સરકારી અથવા ગૌચર જમીન ખુલ્લી હોય તેવું પ્રાથમિક દેખાતું નથી. છતાં સરકારી જમીન બાબતે મામલતદાર અને ગૌચર બાબતે તાલુકા વિકાસ અધિકારી ક્યાંય પણ ગેરકાયદેસર કબ્જો નહીં હોવાનું કાગળો પર જણાવે છે. તેવામાં સરકારી તંત્ર માટે નાના ધંધાર્થીઓને હેરાન પરેશાન કરી હોટેલ અને મકાન પર બુલડોઝર ફેરવી છે જ્યારે કેટલાક વિસ્તારોમાં રાજકીય વગ ધરાવતા ભૂમાફિયાઓ દ્વારા હજજારો એકર સરકારી જમીનો કબ્જે કરી તેના પર વૈભવી બંગલા બનાવી દીધા છે અને કેટલાક સીમની સરકારી જમીનો પર સોલાર પ્લાન્ટ ખડકી દીધા છે છતાં આ તંત્રના અધિકારીઓ કાર્યવાહી કરતા અલગ રહે છે. ત્યારે આ પ્રકારે તંત્રની પોલ ખોલતા ચોટીલાના પૂર્વ ધારાસભ્ય ઋત્વિકભાઇ મકવાણા દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના પાંચ ગામોની સરકારી જમીન પર ગેરકાયદેસર લોકર પ્લાન્ટ ઊભા કરી વીજળી ઉત્પન્ન કરવામાં આવી રહી છે અને આ વીજળી જેટકો ખરીદી કરી રહ્યું છે. અત્યારસુધીમાં કુલ 9 કરોડ રૂપિયાની વીજળી ખરીદી ચૂકાઈ છે. જેમાં સરકારી જમીન પર ઉત્પન્ન થયેલ વીજળી પણ ગેરકાયદેસર હોવાનું સ્પષ્ટ થાય છે. પૂર્વ ધારાસભ્ય દ્વારા આ અંગે વિધાનસભામાં પણ સરકારી જમીન પર સોલાર કંપનીના કબ્જા બાબતે ઉલ્લેખ થયો હોવાનું જણાવ્યું હતું પરંતુ સરકારી જમીન પર કબ્જો કરનાર સોલર પ્લાન્ટ કંપની સામે કોઈ કાર્યવાહી હાથ ધરાઈ નથી જેથી સ્પષ્ટ રીતે સરકાર અને સરકારી તંત્ર આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃતિ માટે પ્રોત્સાહન પૂરું પાડતા હોવાનો પૂર્વ ધારાસભ્ય ઋત્વિજભાઇ મકવાણા દ્વારા આક્ષેપ કરાયો હતો.
- Advertisement -
પૂર્વ ધારાસભ્યએ ચોટીલા પ્રાંત અધિકારી પર કટાક્ષ કર્યા
સુરેન્દ્રનગર જિલ્લાના પાંચ ગામોમાં સરકારી જમીન પર કરવામાં આવેલ ગેરકાયદેસર દબાણ અને સોલાર પ્લાન્ટ બાબતે પૂર્વ ધારાસભ્ય ઋત્વિકભાઇ મકવાણા દ્વારા ચોટીલા પ્રાંત અધિકારી એચ.ટી.મકવાણા પર નિશાન સાધતા જણાવ્યું હતું કે “ચોક્કસ વ્યક્તિને ટાર્ગેટ કરતા અધિકારીઓ નાની હોટલ પર બુલડીઝર ફેરવી રોજગારી છીનવી રહ્યા છે. પરંતુ આ પ્રકારે જ્યાં સરકારી જમીનો પર રાજકીય માથા સાથે સંબંધ ધરાવતા ભૂમાફિયાઓ પર ક્યારવાહી કરવામાં પછી પાણી રાખતા પોતાને નિષ્ઠાવાન અધિકારી જણાવે છે