આ વર્ષનુ સૂર્યગ્રહણ ખૂબ ખાસ છે. કારણકે આ ભારતના મુખ્ય તહેવાર દિવાળીની રાતથી લાગી રહ્યું છે. જેની મોટી અસર દિવાળીની પૂજા અને ઉજવણી પર પડી શકે છે.
વર્ષ 2022માં કુલ 4 ગ્રહણ, 2 સૂર્ય ગ્રહણ અને 2 ચંદ્ર ગ્રહણ થવાના છે. જેમાંથી 2 ગ્રહણ થઇ ગયા છે. વર્ષ 2022નુ ત્રીજુ ગ્રહણ અને બીજુ સૂર્ય ગ્રહણ 25 ઓક્ટોબરે થઇ રહ્યું છે. આ ગ્રહણ ભારતમાં પણ દેખાશે અને સંયોગના એક દિવસ પહેલા દેશનો સૌથી મોટો તહેવાર દિવાળી મનાવવામાં આવશે. જો કે, ગ્રહણનો પ્રવાહ દિવાળીની રાતથી શરુ થઇ જશે. જેના કારણે આ સૂર્ય ગ્રહણની અસર દિવાળીના પૂજા-પાઠ પર પણ પડી શકે છે.
- Advertisement -
દિવાળી પર રહેશે સૂર્ય ગ્રહણનો પડછાયો
દિવાળી કાર્તિક મહિનાની અમાસે મનાવવામાં આવે છે. સૂર્ય ગ્રહણ પણ હંમેશા અમાસની તિથિએ આવે છે. ચાલુ વર્ષે દિવાળી 24 ઓક્ટોબરે મનાવવામાં આવશે અને આ રાતથી સૂર્ય ગ્રહણનો સૂતક કાળ શરુ થઇ જશે. આવો સંયોગ દુર્લભ બને છે કે દિવાળીની રાત્રે સૂર્યગ્રહણનો પડછાયો રહે. જો કે, સૂર્ય ગ્રહણના મોક્ષના સમયે સૂર્યાસ્ત થવાથી આ ભારતમાં જોવા મળશે નહીં, પરંતુ તેનો પ્રભાવ રહેશે.
- Advertisement -
દિવાળીની રાતથી લાગી જશે સૂતક
સૂર્યગ્રહણ 25 ઓક્ટોબરને બપોરે 2.29 વાગ્યાથી 3 કલાક સુધી ચાલશે. પરંતુ તેનો સૂતક કાળ 12 કલાક પહેલા 24 ઓક્ટોબરે દિવાળીની રાતથી લાગી જશે. જો કે, 24 ઓક્ટોબરની રાત્રે અઢી વાગ્યાથી લાગી જશે. એવામાં દિવાળીની પૂજા તો થઇ જશે પરંતુ આ વર્ષે દિવાળીની રાત્રે મહાનિશીથ કાળમાં સાધના કરવાનો સમય ઓછો મળશે. આ વર્ષે દિવાળીએ મહાનિશીથ કાળનો સમય 24 ઓક્ટોબરની રાત્રે 11.55 વાગ્યાથી ત્રણ કલાક બાદ રાત્રે 1.53 વાગ્યા સુધી રહેશે. આ દરમ્યાન કરવામાં આવેલી માં લક્ષ્મીની સાધના અને મંત્ર જાપ કરવો ખૂબ લાભદાયી રહે છે.