પ્રથમવાર ગણેશોત્સવમાં રોજ વ્યસનમુક્તિ અભિયાન : દાદાના દર્શને આવતા બાળકો માટે ફ્રી રાઇડ
રમણીક કુંવરબા વૃધ્ધાશ્રમના વડીલો, વી.ડી.પારેખ અંધ ગૃહના મહિલાઓ અને આર્મીના જવાનોના હસ્તે રોજ મહાઆરતી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટના રૈયારોડ પર આવેલી સોજીત્રાનગરમાં પ્રથમવાર ગણેશ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે. આ મહોત્સવમાં રોજ સવારે 9થી 11 અને સાંજે 4થી 6 ધૂન રાખવામાં આવે છે. તેમજ રોજ સવારે 8 કલાકે અને સાંજે 7:30 કલાકે મહાઆરતી કરવામાં આવે છે આ મહાઆરતી રમણીક કુંવરબા વૃધ્ધાશ્રમના વડીલો, વી.ડી.પારેખ અંધ ગૃહના મહિલાઓ અને આર્મીના જવાનોના હસ્તે કરવામાં આવે છે. આ ઉપરાંત ગણેશોત્સવમાં રોજ વ્યસનમુક્તિ કેમ્પ અભિયાન ચલાવવામાં આવે છે. અહિં રોજ મોટી સંખ્યામાં ભાવિકો દર્શને અને આરતીનો લાભ લે છે તેમજ દર્શને પરિવાર સાથે આવતા બાળકો માટે ફ્રી રાઇડ રાખવામાં આવી છે જેથી બાળકો દર્શનની સાથે સાથે રાઇડનો પણ આનંદ માણી શકે.
સોજીત્રાનગર કા રાજા ગજાનન ગણેશના દર્શન કરવા માટે અનેક રાજકીય આગેવાન પરષોતમ રૂપાલા, રામભાઇ મોકરીયા, માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલા, મુકેશ દોશી, મિલન લીંબાસિયા, રાજદિપસિંહ જાડેજા, નિલદીપ ટીલાવ્યા, પ્રશાંત કોરાટ, મનીષ રાડિયા, કિશન ટીલવા, સહદેવ ડોડિયા અને નેહલભાઇ શુકલા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
આ સમગ્ર ગણેશોત્સવ માટે સોજીત્રાનગર કા રાજા મિત્ર મંડળ દ્વારા જેમાં દેવકરણ જોગરાણા, ઉત્સવ મકવાણા, કશ્યપ ગોસ્વામી, ઋષિરાજસિંહ ગોહિલ, ભાવિ માંડલીયા, યશ રાઠોડ, મિતરાજ સેલાવ, હેરિશ ગોસ્વામી, જયેન્દ્રસિંહ સરવૈયા, કહાન પટેલ, કથન પટેલ, ઋષિ ગોસાઇ, અકિલ જલવાણી અને જગદિશભાઇ તંતી જહેમત ઉઠાવી રહ્યા છે.
આજે બાળકો માટે સ્પર્ધા
30 ઓગસ્ટ – બાળકો માટે રમત ગમત
31 ઓગસ્ટ – દાંડિયા રાસ
01 સપ્ટેમ્બર – પાણીપુરી સ્પર્ધા (બહેનો માટે)
02 સપ્ટેમ્બર – સત્યનારાયણ કથા
03 સપ્ટેમ્બર – બ્લડ ડોનેશન કેમ્પ
04 સપ્ટેમ્બર – ચિત્ર સ્પર્ધા (બાળકો માટે) આરતી થાળ ડેકોરેશન સ્પર્ધા (બહેનો માટે)
05 સપ્ટેમ્બર – અન્નકૂટ મહોત્સવ દર્શન અને નાના બાળકોની ડાન્સ સ્પર્ધા
06 સપ્ટેમ્બર – ગણપતિ વિસર્જન