ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.27
નવાબંદર મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એસઓજી ની ટીમે નવાબંદરની નવી જેટી પરથી ’અલ હાસમી’ નામની બોટને ઝડપી પાડવામાં આવી છે. એસઓજી ટીમના સ્ટાફે રુટિન પેટ્રોલિંગ દરમિયાન આ બોટને ચેક કરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે બોટ માટે ફિશરીઝ વિભાગ તરફથી આપવામાં આવતું ટોકન લેવામાં આવ્યું નથી. વળી, માછીમારી માટે જરૂરી ઓનલાઈન એન્ટ્રી પણ કરવામાં આવી નથી. બોટ માલિક બચુભાઈ સમા વિરુદ્ધ ગુજરાત મત્સ્યોદ્યોગ નિયમો 2003ના નિયમ 7(4)નો ભંગ કરવા બદલ અને ગુજરાત મત્સ્યોદ્યોગ (સુધારા) અધિનિયમ 2020ની કલમ 21(1)ચ હેઠળ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
નવાબંદર જેટીથી વિના પરવાનગીએ માછીમારી કરતી ‘અલ હાસમી’ નામની બોટ SOG ટીમે ઝડપી



