સરકારી ખાતરની થેલી બદલી અંગત કામમાં વપરાશ માટે કાળા બજાર થતો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.8
સુરેન્દ્રનગર જિલ્લા એસ.ઓ.જી ટીમને યુરિયા ખાતરમાં કાળા બજાર કરવાના કૌભાંડનો પર્દાફાસ કરી મોટી કાર્યવાહી હાથ ધરી છે જેમાં સુરે ડુંગર જિલ્લા એસ.ઓ.જી ટીમ દ્વારા લખતર તાલુકાના દેવળિયા ગામે ગોડાઉનમાં શંકાસ્પદ યુરિયા ખાતરનો જંગી જથ્થો હેરફેર થતો હોવાની બાતમીને આધારે એસ.ઓ.જી ટીમના પીઆઇ બી.એસ.શિંગરખીયા, પીએસઆઇ એન. એ. રાયમા, આર.જે.ગોહિલ સહિતના સ્ટાફ દ્વારા લખતર તાલુકાના દેવળિયા ગામે ગોડાઉનમાં દરોડો કરી યુરિયા ખાતરની 597 નંગ બેગ કિંમત 9,61,480 રૂપિયા, ખાલી પીળા કલરની બેગ 280 નંગ કિંમત 1400 રૂપિયા, સિલાઈ મશીન કિંમત 2000 રૂપિયા, સફેદ રંગની ખણી બેગ 40 નંગ કિંમત 200 રૂપિયા, એક ટ્રક કિંમત 10,00,000 રૂપિયા તથા ત્રણ મોબાઇલ ફોન કિંમત 15,000 રૂપિયા મળી કુલ 19,80,080 રૂપિયાનો મુદામાલ જપ્ત કરી આ આખાય યુરિયા કાળા બજાર કરતા કૌભાંડમાં ગોડાઉન માલિક ક્રિપાલસિહ ભવાનસિંહ રાણા, મજૂરો લાવનાર દિવ્યરાજસિંહ ઉર્ફે શંભુભાઈ ધર્મેન્દ્રસિંહ રાણા, અજયસિંહ બળવંતસિંહ રાણા, યુરિયા ખાતરની કાળા બજાર કરતો પરાગભાઇ, સંજયભાઈ છગનભાઈ કોડારીયા વિજયભાઈ છગનભાઈ કોડારીયા, સવાભાઈ ધુલાભાઈ સોળમિયા, ઠાકરશીભાઈ રાયમાલભાઇ સાકોળીયા, લાલજીભાઈ બચુભાઈ હાડા, મુકેશભાઈ કાનજીભાઈ નાયક, ગણપતભાઇ ભોપાભાઈ કાળિયા, પિયુષભાઈ વિનુભાઈ ઠોરીયા, શિવાભાઈ મફાભાઈ ઠાકોર (ટ્રક ડ્રાઈવર), વિક્રમસિંહ બચુસિંહ લોડ (ક્લીનર) સહિતનાઓ વિરુધ લખતર પોલીસ મથકે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
- Advertisement -
યુરિયા ખાતરને કાળા બજાર કરવાની મોડસ ઓપરેન્ડી
સરકારી યુરિયા સબસિડીમાં ખરીદી કરી ગોડાઉન ખાતે લઈ આવી ખાતરની સરકારી બેગ બદલી કોમર્શિયલ બેગ ફેરબદલ કરી પેકિંગ કરી ઊભા ભાવે બજારમાં વેચાણ થતું હતું. જેના લીધે સરકારી સબસિડીનો લાભ લઈ કોમર્શિયલ ખાતરને ફેરબદલ કરી બેગ દીઠ આશરે ત્રણસોથી વધુ રૂપિયાની કમાણી થતી હતી”