ગિર સોમનાથના કોડીનાર અને ગીર ગઢડાના યુવાનોના હથિયાર કબ્જે કરાયા
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.25
આજના યુવાનો સસ્તી પ્રસિધ્ધિ મેળવવા અને લોકોમાં પોતાનો ભય ફેલાવવા હથિયારો સાથે ફોટા પડાવી સોશ્યલ મીડિયામાં મૂકતા હોય છે.ત્યારે કોડીનારના ઘાટવડ ગામનાં રાહુલભાઇ પ્રતાપભાઇ રાઠોડ એ લોખંડનો કાતા સાથે ફોટો પાડ્યો હતો.જ્યારે ગીરગઢડાનાં રામભાઇ ધીરૂભાઇ પરમારે સ્ટીલની તલવાર સાથે ફોટો પાડી વાઇરલ કર્યો હતો.જે જિલ્લાની જઘૠ ટીમને ધ્યાને આવતા બંને શખ્સોને હથિયાર સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.