પોલીસે પિસ્ટલ, મોબાઈલ અને બાઈક સહીત 75 હજારનો મુદામાલ કબ્જે
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
જૂનાગઢ જિલ્લામાં ગેરકાયદે હથિયાર રાખનાર ઈસમો સામે કડક હાથે કામગીરી કરવા જિલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મેહતા દ્વારા આદેશ કરતા એસઓજી પીઆઇ પી.કે.ચાવડા અને પોલીસ સ્ટાફને મળેલી બાતમીના આધારે બે શખ્સો પાદરીયા ગામ નજીક બાઈક લઈને નીકળતા તેની તલાશી લેતા તેની બાઈક માંથી દેશી પિસ્ટલ મળી આવતા બંને શખ્સોને ઝડપી પિસ્ટલ કબ્જે કરી ધોરણસર કાર્યવાહી કરી હતી.
- Advertisement -
જૂનાગઢ શહેરમાં દૂધનો વેપાર કરતો શખ્સ સહીત બે ઇસમોને એસઓજીએ પાદરીયાથી બાઇકમાં આવતા ઝડપી લીધા હતા અને તલાસી લેતા તેના બાઇકમાં સ્ટુલ બોકસમાં છુપાવેલ એક દેશી પિસ્ટલ મળી આવતા પોલીસે બંનેની ધરપક કરી કાયદેસરની કાર્યવાહી કરી છે. જૂનાગઢ એસઓજી સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે બાતમી મળતા પાદરીયાથી જૂનાગઢ તરફ આવી રહેલ બાઇકને અટકાવી તલાસી લેતા બાઇકના ટુલ્સ બોકસમાં એક દેશી પિસ્ટોલ મળી આવતા બાઇક પર નીકળેલા અને દોલતપરાના નેમિનાથનગર-1 માં રહેતા રમેશ કાળુ ગોજીયા અને કેતન ભીમજી ખાણીયા નામના બે શખ્સોને ઝડપી લીધા હતા.



