તમામ એજન્સીઓને કાયદાથી વાકેફ કરી ગાર્ડની NOC ચકાસવા મુદે જાગૃત કર્યા
ખાસ-ખબર સંવાદદાતા
શહેરમાં દિવસે ને દિવસે વધતી જતી ગુનાખોરી ડામવા તેમજ પોલીસને સહભાગી બનવાના હેતુસર શહેર એસઓજી ખાતે સિક્યુરી એજન્સી અને સુપરવાઇઝરને માહિતી આપવામાં આવી હતી તેમજ કાયદાનું પાલન કરવા જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
રાજકોટ શહેર એસઓજી પીઆઈ જે ડી ઝાલા દ્વારા સિક્યુરિટી એજન્સીના સંચાલકો તેમજ જવાબદાર સુપરવાઇઝરને માહિતી આપતા જણાવવામાં આવ્યું હતું કે તમામ પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સીઓએ ધ પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સી એક્ટ 2005 અને ધ ગુજરાત પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સી રૂલ્સ 2007ના નિયમ મુજબ વાકેફ કરવામાં આવે આ ઉપરાંત સિક્યુરિટીમાં કામ કરતાં સિક્યુરિટી ગાર્ડને ફરજ દરમિયાન ફરજન સ્થળે યુનિફોર્મ, વ્હિસલ, લાઠી, બેટરી સહિતના સાધનો સાથે સજ્જ રહેવા સૂચના આપવામાં આવી છે તેમજ સિક્યુરિટી ગાર્ડ જે નાઈટ ડયુટીમાં હોય તેને મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા મદદરૂપ થવા ફરજની આજુબાજુના 500 મીટરના એરીયામાં જો કોઈ શંકાસ્પદ વ્યક્તિ કોઈ હિલચાલ કરતાં નજરે પડે તો તુરંત જ કંટ્રોલરૂમમાં જાણ કરવા પણ જણાવાયું હતું સિક્યુરિટી ગાર્ડને નિયમ મુજબ સમયાંતરે ટ્રેનિંગ આપવી, તેની શારીરિક ક્ષમતા ચકાસવી, તેમજ ગાર્ડની એનઓસી ચકાસવા સહિતની જાગૃતિ રાખવા જણાવાયું હતું.