ધોરાજીના શખસ પાસેથી લાવ્યાની કબૂલાત
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.6
- Advertisement -
ઉપલેટામાં એસઓજીએ દરોડો પાડી બે મહિલાને 1 કિલો ગાંજા સાથે ઝડપી લીધી છે ગાંજો ધોરાજીના શખ્સ પાસેથી લાવ્યાની કબૂલાત આપતા તેની શોધોખોળ પોલીસે હાથ ધરી હતી.
રાજકોટ જિલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોડની સૂચનાથી રાજકોટ રૂરલ એસઓજી પીઆઈ.એફ.એ પારગીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ ભાનુભાઇ મિયાત્રા અને ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે ધોરાજીથી ઉપલેટા તરફ એકિટવામાં ગાંજાની હેરફેર થઈ રહી છે જેથી ઉપલેટા નવયુગ ચોક ખાતે વોચ ગોઠવી હતી દરમિયાન જીજે-03-એનએલ-8686 નંબરના એકિટવા પર બે મહિલા નિકળતા તેને અટકાવી નામ પુછતા નઝમાં ઉર્ફે રૂકશાર ઉર્ફે ઘુઘી જમીર બાદશાહ અને સલમા રફીક શેખ હોવાનું અને બંને ઉપલેટાના સ્મશાન રોડ પર રામગઢ વિસ્તારમાં રહેતી હોવાનું કહ્યું હતું. હાજર મહિલા પોલીસ કર્મીઓ દ્વારા બંને મહિલાની ઝડતી લેવાતા એક ગુલાબી કલરની થેલી હતી જેમાં તપાસ કરતા 1 કીલો 091 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો જેથી બંને મહિલાની ધરપકડ કરી હતી પુછપરછમાં બંને ધોરાજીના શખ્સ પાસેથી ગાંજો લાવ્યાની કબુલાત આપી હતી. જેથી ધોરાજીના શખ્સને પકડવા ચક્રોગતિમાન કરાયા છે.
મહિલા આરોપીઓ પાસેથી રૂમ0,910ની કિમંતનો ગાંજો, 80,000ની કિંમતનું એકિટવા કબ્જે કરાયું હતું પ્રાથમિક પૂછતાછમાં નઝમાનો પતિ જમીર બાદશાહ સામે અગાઉ એનડીપીએસ એકટ હેઠળ ગુનો દાખલ થયેલો છે.