‘ટેક ઈટ ડાઉન’ ટૂલની મદદથી પ્લેટફોર્મ પર ન્યૂડ કન્ટેન્ટને સર્ક્યુલેટ થવાથી રોકી શકાશે. સેક્સટોર્શનના કેસને ઓછા કરવા અને લોકોની પ્રાઈવસી જાળવી રાખવા આ ટૂલ લોન્ચ કરવામાં આવ્યું.
સોશિયલ મીડિયા કંપની મેટાએ યૂઝર્સ માટે ‘ટેક ઈટ ડાઉન’ ટૂલ લોન્ચ કર્યું છે. આ ટૂલની મદદથી પ્લેટફોર્મ પર ન્યૂડ કન્ટેન્ટને સર્ક્યુલેટ થવાથી રોકી શકાશે. આ ટૂલને નેશનલ સેન્ટર ફોર મિસિંગ એન્ડ એક્સપ્લોઈટેડ ચિલ્ડ્રન દ્વારા ઓપરેટ કરવામાં આવે છે. સેક્સટોર્શનના કેસને ઓછા કરવા અને લોકોની પ્રાઈવસી જાળવી રાખવા આ ટૂલ લોન્ચ કરવામાં આવ્યું છે. આ ટૂલ કેવી રીતે કામ કરે છે, તે અંગે અહીંયા વિગતવાર જાણકારી આપવામાં આવી છે.
- Advertisement -
જૂનો ફોટો પણ બ્લોક થઈ જશે
અગાઉ તમે જે પણ ફોટો પ્લેટફોર્મ પરથી ડિલીટ કરી દીધો છે, તે ફોટોને પણ આ ટૂલની મદદથી વાયરલ થતા રોકી શકાય છે. સોશિયલ મીડિયા ખૂબ જ ઝડપથી ન્યૂડ કન્ટેન્ટ વાયરલ થાય છે. આ કારણોસર લોકોને બ્લેકમેઈલ કરવામાં આવે છે. ભારતમાં સૌથી વધુ ઈન્ટરનેટ યૂઝર્સ છે, 18 વર્ષથી ઓછી ઉંમરના વ્યક્તિઓ સૌથી વધુ ઈન્ટરનેટ યૂઝ કરે છે. બાળકો આ સોશિયલ મીડિયાની જાળમાં એવા ફસાઈ જાય છે કે, અન્ય લોકો તે વાતનો ખોટો ફાયદો ઉઠાવે છે. હવે આ પ્રકારે બિલકુલ પણ નહીં થઈ શકે. ટેક ઈટ ડાઉન ટૂલની મદદથી જો કોઈ યૂઝર કોઈ ફોટોને રિપોર્ટ કરે તો તે ફોટોનું ડિજિટલ ફિંગરપ્રિંટ બને છે, જેને Hashes કહેવામાં આવે છે. આ પ્રકારે તમારો ફોટો કોડમાં પરિવર્તિત થઈ જાય છે. હવેથી કોઈપણ વ્યક્તિ આ ફોટો જોઈ નહીં શકે. આ ફોટોને રિપોર્ટ કર્યા પછી આ પ્રકારના જેટલા પણ ફોટો હશે તે બ્લોક થઈ જશે અને ઓપન નહીં થાય. જો કોઈ અન્ય વ્યક્તિ આ ફોટો અપલોડ કરવાની કોશિશ કરશે તો પણ નહીં કરી શકે. આ વર્ષના અંત સુધીમાં આ ટૂલ હિન્દીમાં લોન્ચ કરવામાં આવશે ત્યારબાદ અન્ય પ્રાદેશિક ભાષામાં પણ લોન્ચ થશે.
શું છે આ ટૂલનો પેંચ?
જો કોઈ વ્યક્તિ ન્યૂડ ફોટો સેવ કરી લે અને તેને એડિટ કરીને પ્લેટફોર્મ પર અપલોડ કરે તો તે ઈમેજ બ્લોક નહીં થાય. આ ટૂલ તે ફોટોને ન્યૂ ઈમેજ સમજતો હોવાથી આઈડેન્ટીફાઈ કરી શકતું નથી. આ માટે તમારે ઈમેજને બીજી વાર રિપોર્ટ કરવાનો રહેશે અને તે ફરીથી સર્ક્યુલેટ નહીં થાય.