વિશેષ અહેવાલ
– મહેશ પુરોહિત
સોશિયલ મીડિયાએ આપણને આપણી પ્રતિક્રિયા આપવાની અમૂલ્ય તક આપી છે. પરંતુ આ સોશિયલ મીડિયાના ષડયંત્રો જ્યારે એક વ્યક્તિની હત્યા સુધી પહોંચી જાય ત્યારે એક લાલ બત્તી તો થાય જ છે. આજકાલ યુવાનો સોશિયલ મીડિયા પર સૌથી વધુ સક્રિય છે ત્યારે યુવાનો ત્વરિત પ્રતિક્રિયા પણ આપતા જ હોય છે, આવી જ એક ધાર્મિક ટિપ્પણી અમદાવાદના ધંધુકાના હિન્દુ યુવાન કિશનભાઈ ભરવાડે આપી હતી.
- Advertisement -
આ ધાર્મિક ટિપ્પણી બાબતે કિશનભાઈ વિરુદ્ધ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ થઈ હતી. જો કે કિશનભાઈ વિવાદ આગળ વધારવા ન માંગતા હોવાથી તેમણે તે કથિત વિવાદિત પોસ્ટ ડિલીટ કરીને માફી પણ માંગી હતી. કિશનભાઈ તરફથી વિવાદનો અંત લાવી દેવાયો હતો. આ વિવાદ થયો ત્યારે તેમની દીકરી ફક્ત બે દિવસની જ હતી.
જેહાદી માનસિકતા વાળા ‘શબ્બીર’ ધાર્મિક ટિપ્પણીનો બદલો લેવા માટે કોઈપણ હદે જવા તૈયાર હતો. પોલીસ તપાસમાં એ પણ ખુલાસો થયો છે કે, શબ્બીર ખૂબ જ ગુનાઈત માનસિકતાનો ઈસમ હતો. ઇ.સ.2015માં પણ તેના પર લૂંટફાટનો ગુનો નોધાયો હતો. એક અર્થમાં કહું તો શબ્બીર આ મામલે ચાલતો ફરતો બોમ્બ બની ગયો હતો. પરંતુ ગમે તેવું મોટું બારૂદ કેમ ના હોય તેને કોઈ સળીના ચાપે ત્યાં સુધી તે વિસ્ફોટ થતું નથી.
શબ્બીર જેવા લાઈવ બોમ્બને સળી ચાંપવાનું કામ કર્યું મૌલવીઓએ. એક વર્ષ અગાઉ શબ્બીર દિલ્લીના મૌલાના ‘કરમગની ઉસમાની’ની મુંબઈની એક સભામાં મળ્યો હતો.
સતત 5 દિવસ રેકી કરીને શબ્બીરે હત્યાને અંજામ આપ્યો
- Advertisement -
20 દિવસની દીકરીએ ગુમાવી પિતાની છત્રછાયા
ત્વરીત ન્યાય આપવાનું વચન આપતાં ગૃહમંત્રી હર્ષ સંઘવી
બે સમા બંધુઓ ઝડપાયા, એક ફરાર
ધંધુકાના ચકચારી હત્યા પ્રકરણમાં હથિયાર સપ્લાય કરવામાં ત્રણ મુસ્લિમ ભાઈઓની ભુમિકા ખુલી છે. તેમાંથી અઝિમ બશીરભાઈ સમા ફરાર છે જ્યારે વસીમ બશીરભાઈ સમાને આજે મોરબીથી ઝડપી લેવાયો છે. અને ઝુબેર બશીરભાઈ સમાને રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધાનું જાણવા મળ્યું છે.
ત્યાં ઉસમાનીએ સતત એકવાત પર ભડકાવ્યા હતા કે, ” કોઈપણ આપણાં ધર્મ પર ટિપ્પણી કરે તો છોડવા નહીં તેને મૌતને ઘાટ ઉતારવા. તમારે કોઈ પણ પ્રકારની મદદ જોઈએ તો હું બેઠો છું ને, જો સ્થાનિક મદદ જોઈએ તો અમદાવાદના મૌલાના યુસુફ ઝાવરવાલાને મળવું.”
કિશનભાઈ સાથે સમાધાન થયા બાદ પણ શબ્બીર બદલો લેવા બેબાકળો થઈ ગયો હતો. તે મૌલાના યુસુફ ઝાવરવાલા પાસે ગયો. તેને તે પોસ્ટ બતાવી બદલો લેવાની ષડયંત્રમાં મદદ કરવા માટે કહ્યું. મૌલાનાએ તેઓને ષડયંત્ર રચી આપ્યું સાથે જ એક બંદૂક અને પાંચ કારતૂસ આપ્યા. શબ્બીરે પોતાના બીજા જિહાદી મિત્ર ઇમ્તિયાઝની મદદ લઈને કિશનભાઈની પાંચ દિવસ સુધી રેકી કરી. દિનચર્યા જાણ્યા બાદ 25 તારીખનાં રોજ તેઓએ પીઠ પાછળથી બંદૂકથી ગોળી મારી કિશભાઈનું ત્યાંજ દેહાંત થઈ ગયું હતું. ધાર્મિક ટિપ્પણીના કારણે જિહાદીઓ દ્વારા કોઈની હત્યા કરવાની આ પહેલી ઘટના નથી. આ પહેલા કમલેશ તિવારીની પણ હત્યા કરવામાં આવી હતી. તેના પર પણ એજ આરોપ હતો કે, ધર્મ પર ટિપ્પણી કરી ત્યારે પણ સોશિયલ મીડિયા કનેક્શન સામે આવ્યું હતું. હત્યારાઓએ સોશિયલ મીડિયા થકી કમલેશ તિવારીનો વિશ્વાસ જીતી તેમના સુધી પહોંચ્યા હતા. આવા તો અસંખ્ય કિસ્સાઓ બન્યા છે.

કિશનભાઈ ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ સક્રિય હતાં તેમની kishan_shepherd નામની આઈડી હતી. તેના પર 1,10,000 જેટલા ફોલોવર હતા. હંમેશા હિન્દુ પહેરવેશ પહેરીને રિલ અને ફોટા શેયર કરતાં હોવાથી હિન્દુ યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય હતા. આજે તેમની ધાર્મિક હત્યા બાદ આખા ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આખા ગુજરાતમાં ઠેર ઠેર આવેદનો આપીને જિહાદી તત્વોને સખતમાં સખત સજા કરવાની માંગ કરવા આહ્વાન કરાયું છે. જો કે ગુજરાત પોલીસે સતર્કતા દાખવીને બંને આરોપી અને મૌલાનાની ગિરફ્તારી કરી છે. શબ્બીરે પોતાનો ગુનો કબૂલી લીધો છે. જો કે પોલીસ હત્યારાઓ માટેના નવ દિવસના રિમાન્ડ પણ મળી ગયા છે. હજુ પણ ઘણી વિસ્ફોટક માહિતી બહાર આવી શકે છે.
ગત રોજ ગુજરાતના યુવા ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સમગ્ર મામલે ત્વરીત પ્રતિક્રિયા આપતાં કિશનભાઈના સ્વજનોની મુલાકાત લીધી હતી. કિશનભાઈની ફક્ત 20 દિવસની દીકરી છે આ વાત જાણી હર્ષ સંઘવી પણ ભાવુક થયા હતા અને દીકરીના માથા પર હાથ મૂકીને ત્વરિત ન્યાય આપવાનું વચન આપ્યું છે, તેમજ સમાજનાં તમામ વર્ગોમાં સુલેહ-શાંતિ જાળવી રાખવાની અપીલ કરી હતી.

આ આખી ઘટનામાં સોશિયલ મીડિયાએ ખૂબ મોટી ભૂમિકા ભજવી છે. કિશનભાઈએ પોસ્ટ પણ સોશિયલ મીડિયા પર કરી હતી. આ એક એંગલ તો હતું જ પણ બીજું મોટું કનેક્શન સોશિયલ મીડિયાનું એ છે કે શબ્બીર દિલ્લીના મૌલાનાના સંપર્કમાં એક વર્ષ પહેલા ઇન્સ્ટાગ્રામ થકી આવ્યો હતો. એમ કહું તો ખોટું નથી કે, એક લાઈવ બોમ્બ અને માચીસની સળીને ભેગું કરવાનું કામ ઇન્સ્ટાગ્રામે કર્યું છે. આમ સોશિયલ મીડિયા એક સકારાત્મક માધ્યમ તો છે પરંતુ સાથો સાથ જિહાદીઓ માટે ષડયંત્ર અંતેનું માધ્યમ છે. આટલું થયા બાદ પણ ઘણા વિધર્મીઓ ફેસબુક પર સમર્થનમાં ઉતાર્યા હતા. જો કે તેઓને ગંભીરતા ખ્યાલ આવતા પોસ્ટો ડિલીટ કરી એકાઉન્ટ પ્રાઈવેટ કર્યા હતા.


