ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.1
વેરાવળ દેવકા નદી પાસે રયોન મિલની કમ્પાઉન્ડ અંદર નદીના વહેણને અવરોધ થતા વોકળા, નાળા દૂર કરી નદીના ખુલ્લા પટ સમાન કરવા સામાજિક કાર્યકરએ કલેકટરને આવેદન આપીને રજૂઆત કરી હતી જયારે જિલ્લા કલેકટર દ્વારા પ્રિમોન્સૂન કામગીરી અંતર્ગત જિલ્લામાં અને વેરાવળ શહેરમાં પાણી ભરાવાના અનેક પોઇન્ટો ડિટેક્ટ કરી અને તેની સફાઈ કરવાની ઝુંબેશ ચાલુ કરેલ હોય આ સંદર્ભે પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો કે આવનારા ચોમાસા ને ધ્યાનમાં રાખી દેવકા નદીને ઊંડી કરવા કાપ કાઢવાની કામગીરી ચાલુ કરેલું હોય જે જિલ્લા કલેકટરના સીધા માર્ગદર્શન તળે થતી પ્રિમોન્સ કામગીરી વેરાવળના ઇતિહાસમાં પ્રથમ વખત થઈ રહી હોઈ જે બદલ કલેક્ટરને અભિનંદન પાઠવ્યા હતા
- Advertisement -
વેરાવળ શહેરના 11 વોર્ડની ડ્રેનેજ ગટર લાઇનને 50 લાખના ખર્ચે તળિયા સુધી સફાઈની કામગીરી ટૂંક સમયમાં જ શરૂ કરવામાં આવનાર હોવાનું જિલ્લા કલેટર જાડેજાએ મૌખિક ચર્ચામાં જણાવેલ કે નગરપાલિકા ચીફ ઓફિસરના માર્ગદર્શન તળે શહેરની સંપૂર્ણ ગટરોને તળિયા જાટક કરવામાં આવશે જેથી વેરાવળ રહેણાંક વિસ્તાર તેમજ મુખ્ય બજારોમાં વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન હલ થઈ શકે આ આવેદનપત્રમાં વેરાવળના સિનિયર સિટીઝન અને એન.જી.ઓ ખેતસીભાઈ મીઠીયા, અનિષ રાચ્છ, દિનેશભાઈ રાયઠ્ઠઠા, દીનેશભાઈ આશવાણી, રાજુભાઈ વિઠલાણી સહિતના લોકોએ રૂબરૂ મળી શહેરની પરિસ્થિતિ તેમજ દેવકા નદીના વહેણમાં અવરોધ થતા વોકળાઓ સંદર્ભે ચર્ચા કરી અને સમીક્ષા કરી હુકમ કરવામાં આવે જરૂર જણાય ત્યારે અમોને સાથે રાખવા પણ આવેદનમાં જણાવ્યું હતું.