આગામી 2-3 દિવસમાં ભારે ઠંડી પડશે
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
પહાડો પર બરફવર્ષાને કારણે મેદાની વિસ્તારોમાં ઠંડી વધી છે. ગુરુવારે રાત્રે મધ્યપ્રદેશમાં સરેરાશ તાપમાનમાં 6.1 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થયો હતો. રાજગઢમાં સૌથી ઓછું તાપમાન 11 ડિગ્રી નોંધાયું હતું. ઇન્દોરમાં 12.1 ડિગ્રી અને ભોપાલમાં 13 ડિગ્રી નોંધાયું હતું.
ગુરુવારે દિલ્હીમાં સિઝનની સૌથી ઠંડી રાત નોંધાઈ હતી. લઘુત્તમ તાપમાન ઘટીને 12.7 ડિગ્રી નોંધાયું હતું. આ શિયાળામાં પહેલી વાર તાપમાન 15 ડિગ્રીથી નીચે ગયું છે. આ વર્ષે અગાઉનું સૌથી ઓછું તાપમાન 26 ઓક્ટોબરે 15.8 ડિગ્રી હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 48 કલાકમાં મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં તાપમાન 2-4ઓઈ સુધી ઘટી શકે છે. આગામી 2-3 દિવસમાં દિલ્હી-એનસીઆરમાં તાપમાનમાં તીવ્ર ઘટાડો થશે, અને ઠંડા પવનો ફૂંકાશે, જેના કારણે હવામાનમાં કડકડતી ઠંડીનો અનુભવ થશે. આગામી બે દિવસ સુધી વાદળછાયું વાતાવરણ રહેશે.
હિમાચલ પ્રદેશમાં છેલ્લા 48 કલાકમાં અનેક વિસ્તારોમાં હળવો વરસાદ અને હિમવર્ષા થઈ. ઘણા ઊંચાઈવાળા વિસ્તારોમાં પારો શૂન્યથી નીચે ગબડ્યો. લાહૌલ-સ્પિતિ જિલ્લામાં તાબોમાં બુધવારે રાત્રે લઘુત્તમ તાપમાન માઈનસ 5.5 ડિગ્રી નોંધાયું. કાશ્ર્મીરના ગુલમર્ગમાં બરફવર્ષાથી ચારેય તરફ બરફની ચાદર છવાઈ ગઈ.



