અનેક રાજ્યોમાં ઇમરજન્સી જાહેર 10 કરોડ લોકોને અસર થવાની આશંકા
પ્રચંડ વાવાઝોડાના કારણે અનેક વિસ્તારોમાં તારાજી : 39 હજાર ઘરો અંધારપટમાં
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ વોશિંગ્ટન, તા.18
અમેરિકામાં દસ કરોડથી વધુ લોકો પર પૂર, કીચડનો ધસારો, બરફના વાવાઝોડાનુંં જોખમ ઝળુંબી રહ્યું છે. આ માટેની એલર્ટ જારી કરી દેવામાં આવી છે.અમેરિકા પર જાણે એકસાથે ચાર આફતો એકસાથે ત્રાટકતી હોય તેવી પરિસ્થિતિ છે. આના લીધે કેટલીય હોસ્પિટલો બંધ કરી દેવાની ફરજ પડી છે. અમેરિકામાં હવામાન હોનારત બનતાં કેટલાય રાજ્યોમાં ઇમરજન્સી જાહેર કરવાની ફરજ પડી છે.
અમેરિકાના પૂર્વ વિસ્તારમાં મધ્યભાગે રહેલાં કેન્ટકીમાં રવિવારે પ્રચંડ ચક્રવાત સાથે અત્યંત ભારે વર્ષા થતાં માર્ગો નદીઓમાં ફેરવાઈ ગયા હતા અને ખાડી ઓવરફ્લો થઇ ગઈ હતી. કેનેટકીમાં જ અને જ્યોર્જિયામાં એક એમ કુલ મૃત્યુઆંક 10 સુધી પહોંચ્યા છે. જો કે હજી મૃત્યુ આંક વધવાની શક્યતા છે. આ પ્રચંડ ચક્રવાતનેે લીધે 39,000 ઘરોમાં વીજળી ડૂલ થઇ ગઇ હતી.આ કરૂણાંતિકા અંગે કેનેટકીના ગવર્નર એન્ડી બેશીરેએ કહ્યું હતું કે ભારે પૂરોને લીધે સેંકડો લોકો ફસાઇ ગયા હતા. તેઓને બચાવી પણ લેવામાં આવ્યાં છે.
આ ઉપરાંત ફેબુ્રઆરી અડધો પૂરો થઈ ગયો હોવા છતાં અમેરિકાના મધ્ય અને પૂર્વના હિસ્સામાંથી ઠંડી હજી ઓસરવાનું નામ લેતી નથી. અહીં વિન્ટર સ્ટોર્મ ડેવલપ થઈ રહ્યુ છે. તેની આખા પૂર્વ કિનારા પર વિપરીત અસર પડશે. આ વાવાઝોડાની ચોક્કસ લંબાઈ તો હજી જાણી શકાઈ નથી, તેના પરથી જ તેનો વ્યાપ કેટલો મોટો હશે તેનો ખ્યાલ આવે છે. દરમિયાન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રાજ્યની વિનંતિને સ્વીકારી તે સમગ્ર વિસ્તારને આપત્તિગ્રસ્ત જાહેર કર્યો છે. સાથે ફેડરલ ઇમર્જન્સી મેનેજમેન્ટ એજન્સીને સમગ્ર રાજ્યમાં હાથ ધરવામાં આવેલાં. બચાવ અને રાહત કાર્યમાં સહાયભૂત થવા આદેશ આપી દીધો છે.
ગવર્નર બેશીરે કહ્યું હતું કે મોટાભાગનાં મૃત્યુ તો કાર પાણીમાં ફસાઈ જવાથી થયાં છે. તેઓએ વધુમાં કહ્યું કે એક સાત વર્ષનું બાળક અને તેની માતા કાર પાણીમાં ફસાઈ જતાં મૃત્યુ પામ્યાં હતાં.પાણીનો પ્રવાહ એટલો જોરદાર હતો કે ગવર્નર લોકોને ઘરની બહાર નહીં નીકળવાનું કહેવા સાથે રોડ પર પણ નહીં જવા કહી દીધું હતું. આ ચક્રવાતને અને સાથે ટૂંક સમયમાં પડેલા ભારે વરસાદને લીધે રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ ગયા છે.નેશનલ વેધર સર્વિસના સીનીયર ફોર કાસ્ટર બોંબ ઓરેલેકે ચેતવણી ઉચ્ચારી છે કે કેનેટકી અને બાજુનાં ટેનેસી રાજ્યમાં હજી પણ ભારે વર્ષા થવાની ભીતી છે.
ટૂંક સમયમાં પડેલ 6 ઇંચ જેટલા વરસાદથી કેનેટકીની નદીઓનાં પૂર આવ્યાં છે. આવો ભારે વરસાદ બાજુનાં ટેનેસી રાજ્યમાં પણ થવાની સંભાવના છે.
- Advertisement -