માણાવદરમાં તસ્કરોનો તરખાટ : મંદિર અને એગ્રોની દુકાનને નિશાન બનાવી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.7
માણાવદરમાં સ્વામિનારાયણ મંદિર, એગ્રોની દુકાનમાં ખાબકી તસ્કરો દાન પેટીમાંથી પેટીમાંથી 13000, દુકાનમાંથી 42000 ચોરી ગયા હતા. માણાવદરમાં જૂનાગઢ રોડ પર આવેલ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના પાછળના ભાગે આવેલ દરવાજાનું તાળુ તોડી તસ્કરો મંદિરમાં પ્રવેશ્યા હતા અને મંદિરની અંદર રહેલ રૂ.10,000ની રોકડ સાથેની દાન પેટી સાથે લઈ જઈ તેમજ સભા જ મંડપની દાન પેટીમાંથી પણ રૂ.3,000ની રોકડની ચોરી કરી હતી. મંદિરની સાથે તસ્કરોએ કૃષિ મોલ એગ્રો નામની દુકાનને પણ નિશાન બનાવી હતી.શટર ઊંચું કરી દુકાનમાં પ્રવેશેલા તસ્કરોએ રૂ. 42000નો હાથફેરો કર્યો હતો.આમ એક જ રાતમાં બે જગ્યાએથી રસ્તો રૂ.55,000ની રોકડ ચોરી ગયા હોવાની ફરિયાદ હિતેશભાઈ મારડિયાએ નોંધાવતા પોલીસે સીસીટીવી ફુટેજના આધારે પીએસઆઈ આર.એમ. વાળાએ વધુ તપાસ હાથ ધરી હતી.
- Advertisement -
જયારે માણાવદર-બાંટવા શહેર અને તાલુકાની એક લાખની વસ્તી વચ્ચે એક પીએસઆઈ ચાર્જમાં છે. ઉલ્લેખનીય છે કે માણાવદર પોલીસ સ્ટેશનના પીઆઈ રજા પર હોવાથી બાંટવાના પીએસઆઈને માણાવદર પીઆઇનો ચાર્જ આપવામાં આવ્યો છે.ત્યારે નવરાત્રી જેવા તહેવારોમાં માણાવદર બાટવા ઉપરાંત 57 તાલુકા વચ્ચે એક જ પીએસઆઇ હોવાનું જાણવા મળ્યું છે.