ટંકારા પોલીસ મથકની હદમાં આવેલ તિરૂપતી એન્ટરપ્રાઈઝના ગોડાઉનમાં તસ્કરો ત્રાટક્યા હતા અને આ ગોડાઉનમાંથી રૂ. 8.16 લાખનું જીરું તેમજ વજન કાંટો ઉપાડી ચોરી કરીને લઈ ગયા હતા તો બીજાં દીવસે ચોરીની જાણ થતાં ગોડાઉનના માલિકે ત્રણથી ચાર અજાણ્યા શખ્સો સામે ચોરીની ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. આ બનાવની મળતી માહિતી વિગતો રાજકોટના મોરબી રોડ પર આવેલી શિવધારા રેસીડન્સીમાં રહેતા પ્રવિણભાઈ મોહનભાઈ અગદાણીના ટંકારા નજીક આવેલ તિરૂપતી એન્ટરપ્રાઈઝ ગોડાઉનને ગત 25 મી તારીખના રોજ રાત્રીના તસ્કરોએ નિશાન બનાવ્યું હતું જેમાં તિરૂપતી એન્ટરપ્રાઈઝના ગોડાઉનમાં મોડી રાત્રીના કોઈ અજાણ્યા ચોર ઈસમોએ ગોડાઉનનું શટર તોડી અંદર પ્રવેશ કરીને ગોડાઉનમાં રાખેલ જીરૂના 68 કટ્ટા (કિં. રૂ. 8,16,000) તથા 5000 ની કિંમતનો એક ઈલેકટ્રીક વજનકાંટો મળી કુલ રૂ. 8,21,000 ના મુદ્દામાલની અજાણ્યા ચોર ઇસમો ચોરી કરી ગયા હતા જેથી પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી તસ્કરોની શોધખોળ શરૂ કરી છે.
ટંકારા નજીક ગોડાઉનમાં તસ્કરોનો હાથફેરો, 8.16 લાખનું જીરું અને વજન કાંટાની ચોરી
You Might Also Like
Follow US
Find US on Social Medias