34745 રોકડા, 49 ચેકબુક અને 269 એટીએમ કાર્ડ, ડીવીઆરની ચોરી
ખાસ-ખબર સંવાદદાતા
વંથલી તાલુકાનાં લુશાળામાં આવેલી એસબીઆઇ અને પોસ્ટ ઓફીસમાં તસ્કરો ત્રાટક્યાં હતાં. પ્રવેશ કરી તિજુરી ઉપાડી ગયા હતાં.બેંકમાંથી 34745 રોકડા,49 ચેકબુક અને 269 એટીએમ કાર્ડની ચોરી કરી ગયા હતાં. આ અગં વંથલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.બનાવની મળતી વિગત મુજબ જૂનાગઢ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી ચોરીની ઘટના વધી છે. બે દિવસ પહેલા જ કેશોદનાં સોંદરડામાં 5ાંચ કારખાનાને તસ્કરોઅને નિશાન બન્યું હતું. જૂનાગઢમાં વધુ ચોરીની ઘટના સામે આવી છે. આ વખતે તો તસ્કરોએ સીધી બેંકને જ નિશાન બનાવી હતી. વંથલી તાલુકાનાં લુશાળા ગામે આવેલી એસબીઆઇ અને પોસ્ટ ઓફીસમાં તસ્કરો ત્રાટક્યાં હતાં. લુશાળા બેંકનાં દરવાજા તોડી તેમા રાખેલ 8 ટીબી બ્લેક કલરનું ડીવીઆર કિંમત રૂપિયા 70 હજાર તાથ બાજુમાં પોસ્ટ ઓફીસનાં દરવાજાનો હુંક કાઢી પ્રવેશ કરી લોખંડની તિજુરી ઉપાડી ગયા હતાં. જેમાં રોકડા 34,745, ચેકબુક 49 અને એટીએમ કાર્ડ 269, ઇન્ડીયન પોસ્ટલ ઓર્ડર અને કરા કવરની ચોરી કરી ગયા હતાં. આ અંગે અજાણ્યા શખ્સો સામે તલ્લીનકુમાર રમણલાલ રાણાએ વંથલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
- Advertisement -
માંગરોળનાં દરસાલીમાં 1.30 લાખની મત્તાની ચોરી
માંગરોળનાં દરસાલી ગામે રહેતા અંકીતભાઇ જમનભાઇ કયાડાની દુકાનનો પાછળના દરવાજાના નકુચા તોડી દરવાજો ખેડવી અજાણ્યા શખ્સોએ દુકાનમાં પ્રવેશ કર્યો હતો. દુકાનના થડામાં રાખેલા મોબાઈલ બેલેંસના રૂપિયા 70,000 તથા થડાની નીચે રાખેલા વેપારના રૂપિયા 60,000 મળી કુલ રૂપિયા 1,30,000ની ચોરી કરી ગયા હતાં. આ અંગે શીલ પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.