દિલ્હીમાં પ્રાથમિક શાળાના છાત્રો માટે હાલ લર્ન ફ્રોમ હોમનો સીએમનો આદેશ: વિઝિબિલીટી ઘટતા વાહન ચાલકો પરેશાન
રાજધાની નવીદિલ્હીમાં આજે સતત ત્રીજા દિવસે સવારે ધુમ્મસ છવાયેલું રહ્યું હતું. એકયુઆઈ પણ શુક્રવારે ગંભીર શ્રેણીમાં રહ્યું હતું. એકયુઆઈસીએન અનુસાર શુક્રવારે સવારે લગભગ 7 વાગ્યે સૌથી વધુ શ્રીનિવાસપુરી દિલ્હીમાં એકયુઆઈ 531 નોંધાયું હતું.
- Advertisement -
બીજી બાજુ ધુમ્મસના કારણે વિઝિબિલીટી (દ્રશ્યતા) ઓછી હોવાથી વાહન ચાલકોને પણ ઘણી પરેશાનીનો સામનો કરવો પડયો હતો. રેલવે અને ફલાઈટોની ઉડાન પર પણ અસર પડી હતી. ધુમ્મસના કારણે 300થી વધુ ફલાઈટ મોડી પડી હતી જયારે 7 ફલાઈટોને રદ કરવી પડી હતી.
પુરી દિલ્હીમાં એકયુઆરની સ્થિતિ જોઈએ તો ઓખણ દિલ્હીમાં 578, શ્રીનિવાસપુરી દિલ્હીમાં 531, બહાદુરગઢ દિલ્હીમાં 363, આનંદવિહારમાં 322 નોઈડા સેકટર 62માં 380, નોઈડા સેક્ટર 125માં 349, નવીદિલ્હીમાં 415 ફરીદાબાદમાં સૌથી ઓછું 170 એકયુઆર પ્રદુષણ નોંધાયું હતું.
દિલ્હીમાં પાંચમા ધોરણ સુધીની સ્કૂલો બંધ:
રાજધાનીના બધા પ્રાથમિક વિદ્યાલયો પ્રદુષણના કારણે બંધ કરી દેવાયા છે. મુખ્યમંત્રી આતિશીએ આ મામલે ટવીટ કરી જણાવ્યું હતું કે વધતા પ્રદુષણને કારણે છાત્ર-છાત્રાઓએ સ્કૂલમાં નથી જવાનું આગામી આદેશ સુધી પ્રાઈમરી સ્કુલો ઓનલાઈન શિક્ષણ આપશે.