ખાસ-ખબર સંવાદદાતા
મેંદરડા તાલુકાની તમામ સરકારી પ્રાથમિક શાળાઓ અને માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોના વાલીઓની એસએમસી કમિટીને રાજ્યકક્ષાએથી ઓનલાઇન તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું તે અંતર્ગત દરેક શાળાઓમાં ગામના સરપંચ અને ગ્રામ પંચાયત બોડી વડીલો અને બાળકો સાથે ઉપસ્થિત રહ્યા હતા તાલીમનો મુખ્ય હેતુ નવતર પ્રયોગ અને શૈક્ષણિક બાબતોથી ગ્રામના અગ્રણીઓ તેમજ વાલીઓને અવગ થાય તે હતો અને શાળાના વિકાસ અને બાળકોના સર્વાંગી વિકાસમાં ગ્રામજનો કઈ રીતે મદદરૂપ થઈ શકે તે બાબતે ચર્ચાઓ થઈ હતી આ ઓનલાઇન તાલીમ યોજાય હતી.