વિદેશી દારૂ મોરબી ઠલવાય તે પૂર્વે કાર સાથે બે પક્ડાયા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.6
સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ગાંધીનગર જખઈના ધામાં નજરે પડે છે. વારંવાર જખઈ દ્વારા જિલ્લાના જુદા જુદા સ્થળો પર દરોડો કરતા સ્થાનિક પોલીસ અને જિલ્લાની મહત્વની શાખા સામે અનેક સવાલો ઉદભવ થાય છે તેવા ફરી એક વખત જખઈ દ્વારા બજાણા – માલવણ હાઇવે પરથી વિદેશી દારૂ ભરેલી કાર સાથે રાજસ્થાનના બે બુટલેગરોને ઝડપી પાડયા હતા.
- Advertisement -
પ્રાપ્ત વિગતો અનુસાર ગાંધીનગર જખઈ દ્વારા બજાણા – માલવણ હાઇવે પર પેટ્રોલિંગ કરી સચોટ બાતમીના આધારે એક કારને અતરી લઇ તેમાંથી વિદેશી દારૂની જુદી જુદી બોટલ નંગ 804 જેની કિંમત 2.31 લાખ રૂપિયાની ઝડપી લઇ કાર સાથે લાલારામ ભીમારામ તથા રૂપારામ માંગીરામ રહે: બંને રાજસ્થાન વાળાને ઝડપી તેઓની પાસેથી મોબાઇલ કિંમત 5000/- રૂપિયા, કારની કિંમત 10 લાખ રૂપિયા તથા રોકડ સહિત કુલ 12.37 લાખનો મુદ્દામાલ ઝડપી પૂછપરછ દરમિયાન વિદેશી દારૂનો જથ્થો મોરબી ખાતે ઠાલવવાનો હોવાનું જણાવતા મોરબી ખાતે દારૂ મંગાવનાર શખ્સ, વિદેશી દારૂની લાઈન ચલાવનાર પીરા પરખાભાઈ રબારી, દારૂ ભરી આપનાર હેનજરીરામ નાઈ તથા ઝડપાયેલ કાર માલિક સહિત કુલ 6 શખ્સો વિરૂદ્ધ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.