5 લાખનો દારૂ ભરેલી બોલેરો સહિત 8 લાખનો મુદ્દામાલ કબજે
પોલીસને જોઇ નાસી છૂટેલા શખસ સહિત પાંચ સામે ગુનો નોંધી શોધખોળ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજ્યમાં દારૂની હેરાફેરી ઉપર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ બાજનજર રાખી રહી છે ત્યારે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ગત મોડી રાત્રીના ગોંડલ રાજકોટ નેશનલ હાઇવે પર આવેલ ભોજરાજપરા ગામમાં દરોડો પાડી 4.98 લાખના દારૂ, બોલેરો સહિત 7.98.707 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી પોલીસને જોઇ નાસી છૂટેલા શખસ સહિત પાંચ સામે ગોંડલ તાલુકા પોલીસમાં ગુનો નોંધાવી શોધખોળ હાથ ધરી છે.
- Advertisement -
સ્ટેટ મોનીટરીંગ સેલના એસપી નિર્લિપ્ત રાય અને ઉુતા કે ટી કામરીયાના માર્ગદર્શન હેઠળ, સ્ટેટ મોનીટરીંગ સેલના PSI એ.વી.પટેલ અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન ગોંડલ તાલુકાના ભોજરાજપરા ગામે રામદેવપીરના મંદિર નજીકથી વિદેશી દારૂ ભરેલ GJ.19 Y. 6225 નંબરની યુટીલીટી ઝડપી પાડી હતી જખઈ ત્રાટકતા યુટીલિટીના ડ્રાઈવર સહિત 5 શખ્સો ફરાર થયા હતા. યુટીલીટી ચેક કરતાં તેમાંથી 1418 બોટલ વિદેશી દારૂ મળી આવતા 4,98,707નો દારૂ અને એક યુટીલિટી મળી કુલ 7.98.707 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને 5 શખ્સો જેમાં યુટિલિટી પાસે ઉભેલ એક શખ્સ, ડ્રાઈવર, માલિક, દારૂનો જથ્થો મોકલનાર અને દારૂનો જથ્થો મંગાવનાર નાસી છૂટ્યા હતા પાંચની શોધખોળ પોલીસે હાથ ધરી છે.