વિદ્યાર્થીઓની સલામતી માટે પણ હવે મોબાઈલ જરૂરી : શાળામાં સેફ કસ્ટડી લોકર બને તે જરૂરી
કલાસરૂમમાં મોબાઈલ પ્રતિબંધીત : દિલ્હી હાઈકોર્ટે સંતુલીત અભિગમ અપનાવવા ભાર મુકયો
આ પ્રકારના પ્રતિબંધનો પુરો અમલ પણ શકય નથી : સ્પષ્ટ વાત
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.3
- Advertisement -
વિદ્યાર્થીઓને સ્માર્ટફોનના ઉપયોગ અંગે સતત સર્જાઈ રહેલા એક બાદ એક મુદાઓ તથા શાળાઓમાં સ્માર્ટ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ મુકવાની ગુજરાત સરકારની તૈયારી વચ્ચે દિલ્હી હાઈકોર્ટે આ પ્રકારના પુર્ણ પ્રતિબંધ ઈચ્છનીય નહી હોવાનું અને વ્યવહારુ પણ નહી હોવાનું જણાવ્યું હતું.
દિલ્હી હાઈકોર્ટે તેના આ પ્રકારના પ્રથમ ચૂકાદામાં શાળાઓમાં વિદ્યાર્થીઓ દ્વારા મોબાઈલના ઉપયોગ માટે કોઈ નિયમો બનાવવા માટે શાળામાંથી સરકાર માટે માર્ગરેખા નિશ્ચિત કરી હતી.
દિલ્હી હાઈકોર્ટના ન્યાયમૂર્તિ અનુપ જે ભંભાણીએ જણાવ્યું હતું કે, આજના સમયમાં વિદ્યાર્થીઓ શાળામાં મોબાઈલ લઈને જાય તે તેની સલામતી માટે જરૂરી છે પણ તે મનોરંજનનું સાધન બની રહેવું જોઈએ નહી અને તેની માર્ગરેખા એ શાળાઓમાં વિદ્યાર્થીઓને મોબાઈલ લઈ જવા પર પૂર્ણ પ્રતિબંધથી થોડું ઓછું બની રહેશે.
હાઈકોર્ટે જણાવ્યું કે, ફોન એ શિસ્ત અને શિક્ષણ વચ્ચે વિધ્ન બની જવું જોઈએ નહી અને શાળાઓએ વિદ્યાર્થીઓને ઓનલાઈન વર્તન, પોષ્ટ અને સાયબર બુલીંગ અંગે પણ શિક્ષણ આપવું જોઈએ.
એક સુનાવણી સમયે જો કે કેન્દ્રીય વિદ્યાલયે જ હાઈકોર્ટને આ અંગે કોઈ માર્ગરેખા આપવા માટે વિનંતી કરી હતી. હાઈકોર્ટે એ સ્વીકાર્યુ કે, વિદ્યાર્થીઓ દ્વારા સ્માર્ટફોનના ગેરઉપયોગથી શાળાઓમાં અનેક સમસ્યા પેદા થાય છે તે નિશ્ચિત છે પણ તે અનેક રીતે મહત્વનો પણ છે અને ખાસ કરીને માતા-પિતા અને તેના સંતાનો વચ્ચે સંપર્કનો સેતુ છે અને વિદ્યાર્થીને તે સલામતનો અહેસાસ પુરો પાડે છે.
અગાઉ કરતા પણ ટેકનોલોજી હવે મહત્વપૂર્ણ બની છે અને શિક્ષણમાં પણ તે ઉપયોગી છે અને તેથી માર્ગદર્શક સિદ્ધાંતોએ સંતુલીત હોવા જોઈએ પણ નીતિગત રીતે શાળાઓમાં વિદ્યાર્થીઓને મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ મુકી શકાય નહી પણ તેને નિયંત્રીત થવા જોઈએ.
શાળાઓમાં વિદ્યાર્થીઓના મોબાઈલ સલામત સ્થળે મુકવાની વ્યવસ્થા અને તે શાળા છોડે તે સમયે સાથે લઈ જઈ શકે તે વ્યવસ્થા ગોઠવી શકાય. કલાસરૂમમાં મોબાઈલ લઈ જવા દેવા જોઈએ નહી તથા માતાપિતા શાળાએ આ મોબાઈલના સલામત ઉપયોગ અંગે વિદ્યાર્થીઓને સમજ આપવી જોઈએ અને જરૂર પડે તેના શિક્ષણમાં મોબાઈલનો ઉપયોગ થઈ શકે છે. વિદ્યાર્થીઓની સલામતી માટે તે જરૂરી છે.