ક્ધઝયુમર્સ કંપનીઓની થોડો ભાવ ઘટાડીને પણ વેચાણ વધારવાની યોજના
ચુંટણી ઈફેકટ, ક્રુડતેલના ભાવમાં ઘટાડો, ખાદ્યતેલ પણ સસ્તા થતા લોકોને વધુ ખર્ચ-ખરીદી કરવા હવે કંપનીઓનો નવો વ્યુહ
- Advertisement -
બિસ્કિટ-સ્નેકસમાં રૂા.5નું પેક સૌથી વધુ વેચાય છે; ગ્રામિણ ક્ષેત્રમાં રિકવરીથી વધુ ખર્ચનો લાભ ઉઠાવાશે ફાઈવ-જી રોલ આઉટ
થયું પણ તે કેટેગરીના સ્માર્ટફોન હજુ મોંઘા: લાવા-ઈન્ટેલ ફરી સસ્તા મોડેલ સાથે માર્કેટમાં પ્રવેશશે
નવી દિલ્હી, તા.12
જો તમો છેલ્લા 16-18 માસથી મોંઘવારીનો ‘તાપ’ સહન કરી રહ્યા હો તો આગામી થોડા માસમાં તમોને ભાવઘટાડાની ઠંડી લહેરખીનો સ્પર્શ થશે. આગામી ત્રણ થી ચાર માસમાં વ્યક્તિગત વપરાશના અને ખાદ્ય ઉત્પાદનોના ભાવમાં થોડા ઘટાડાની શકયતા છે. ખાસ કરીને બિસ્કિટ સહિતની ખાદ્ય ચીજો બનાવતી કંપનીઓ સીધો ભાવ ઘટાડાનો લાભ ન આપે તો પણ રૂા.5થી20માં જે પેકીંગ હાલ મળે છે તેમાં થોડા ગ્રામ વધુ બિસ્કિટ કે ખાદ્ય ચીજો સાથે યથાવત ભાવે જ વહેચશે તો રેફ્રીજરેટર- વેરકન્ડીશનર કંપનીઓ પણ આ ઉનાળામાં ભાવવધારો નહી કરે. જો કે સ્ટીલ-એલ્યુમીનીયમ સહિતના ભાવમાં થોડો વધારો થયો હોવા છતાં સીઝન સારી જાય તે માટે કંપનીઓ ભાવવધારાને ‘સહન’ કરીને પણ કિંમત યથાવત રાખશે. આ જ પ્રમાણે હવે મોબાઈલ ફોન કંપનીઓ રૂા.10000 કે તેથી નીચી રેન્કમાં પણ ફાઈવ-જી ફોન લોન્ચ કરવા જઈ રહી છે જે હાલ રૂા.15000થી રૂા.20000ની કેટેગરીમાં જ ઉપલબ્ધ છે. વિપ્રો ક્ધઝયુમર્સના ચીફ એકઝીકયુટીવ નિરજ ખત્રી કહે છે કે અમો જે કોસ્ટ-બેનીફીટ કંપનીઓને મળી રહ્યા છે તેનો લાભ ગ્રાહકોને ભાવ ઘટાડાથી કે પેકમાં વધુ ગ્રામ ખાદ્ય ચીજો ઉમેરીને આપવા માંગીએ છીએ. ખાસ કરીને પેકનું વજન 5-10 ગ્રામ વધારી દેશું. વાસ્તવમાં ક્ધઝયુમર્સ ડયુરેબલ કંપનીઓ માટે હવે વેચાણ વધારવું એ આવશ્યક બની ગયુ છે અને જો થોડો ભાવઘટાડો કરે અથવા હાલની સપાટીએ ભાવ રાખે તો માર્ચ-એપ્રિલ બાદ વેચાણ વધશે તેવી આશા રાખે છે. સરકાર ચુંટણી પુર્વે બજેટમાં ખાસ કરીને ખેડુતો અને ગ્રામ્ય વિસ્તાર માટે કોઈ ડાયરેકટ ટ્રાન્સફર જેવી યોજનામાં રકમ વધારશે.
ચુંટણીનો પણ જંગી ખર્ચ થશે જે લોકોના હાથમાં નાણા આવશે ચુંટણી બાદ મોદી સરકાર ફરી આવશે તેવા નિશ્ચિત સંકેતો છે. તેમાં પણ પુર્ણ બજેટમાં લાભો હશે. ક્રુડતેલ સસ્તુ થવાથી પેટ્રોલિયમ પેદાશોના ભાવ ઘટાડાનો લાભ લોકોને મળી શકે છે અને રીકવરી પ્રક્રિયા ઝડપી બનશે.
પારલે કંપનીએ તો તેના બિસ્કિટના પેકમાં 12-15%નું વજન વધારી પણ દીધુ છે. લોકો ખરીદશે તેને પુશઅપની જરૂર છે અને વધુ વેચાણની કંપનીઓને પણ થશે તેનું માર્જીન જાળવીને તે વધુ વેચાણથી વધુ નફો કમાશે. નાના એકમે વેચાણ વધુ છે. એફએમસીજીના ઉત્પાદનોના વેચાણમાં 32% હીસ્સો નાના પેકનો છે. જેનો ભાવ રૂા.5 છે. રૂા.10માં 22% અને રૂા.20ના પેકનું વેચાણ 10% છે. આમ ગ્રાહકો નાના પેક ખરીદે છે. તેમને વધુ વજનનો લાભ આપીને તેની ખરીદીની તિવ્રતા વધારી શકાશે. ઘરેલુ એપ્લાયન્સીસમાં વધતા ઉત્પાદન ખર્ચના કારણે 2-3% ના ભાવ વધારાનો ‘કેસ’ છે પણ કંપનીઓ તે ખુદ સહન કરી લેશે. તેમની પ્રાથમીકતા વેચાણ વધારાની છે. હવે એન્જીલેવલે પણ ફાઈવ-જી સ્માર્ટ ફોન ઉપલબ્ધ બનાવવા કંપનીઓ દૌટ મુકશે અને તેમાં ઈન્ટેલ-લાવા જેવી કંપનીઓનું ફરી આગમન થશે.
- Advertisement -
જે રૂા.9000-9500ના ફાઈવ જી સ્માર્ટફોન સાથે આવી રહી છે.
છેલ્લા કવાટરમાં ક્રુડતેલનાં ભાવમાં 20%નો ઘટાડો થયો છે. આમ તેલ પણ તેના પીકથી 16-17% ઓછા છે. કંપનીઓ તેનો લાભ મેળવી રહી છે અને તેથી હવે તે ગ્રાહકો ને થોડો લાભ આપીને વેચાણ વધારવા માંગે છે.