ખેડૂતોમાં ખુશી, રાજકોટમાં ઝાપટુ વરસ્યું
ખાસ-ખબર સંવાદદાતા
હવામાન વિભાગની આગાહી મુજબ ગઇકાલથી રાજકોટ જિલ્લામાં મેઘારાજાએ મંડાણ માંડ્યા છે. આજે વહેલી સવારે 6 વાગ્યાની આસપાસ રાજકોટના જસદણ, ગોંડલ અને ધોરાજીમાં ધીમીધારે વરસાદ શરૂ થયો છે. આથી રસ્તાઓ પર પાણી વહેતા થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.
- Advertisement -
ગઈકાલે અસહ્ય બફારા વચ્ચે ધીમીધારે મેઘરાજાના પગરણને કારણે લોકોએ ગરમીમાંથી રાહત મેળવી છે. જ્યારે રાજકોટ શહેરમાં પણ આજે સવારે વરસાદી ઝાપટું વરસી જતા રસ્તાઓ ભીંજાયા હતા. સવારે 6 વાગ્યા આસપાસ મોરબી રોડ, રૈયારોડ, રેસકોર્સ, જામનગર હાઇવે, મોટી ટાંકી ચોક સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટું વરસી ગયું હતું. આથી રસ્તાઓ ભીંજાયા હતા.