650 હેન્ડપંપમાંથી માત્ર 15 હેન્ડપંપનાં બોરમાં કામગીરી થઇ શકી
વોટર હાર્વસ્ટિંગ પ્રોજેકટ માટે બજેટમાં અલગથી જોગાઇ કરાઇ હતી
- Advertisement -
ચોમાસા પહેલા આ પ્રોજેકટ પૂર્ણ થયો હોત તો વધુ ફાયદો થયો હોત
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ મહાનગર પાલીકા દ્વારા વોટર હાર્વેસ્ટીંગની કામગીરી કરવામાં આવી રહી છે.જેમાં શહેરમાં આવેલા હેંડપંપનાં બોરમાં વરસાદનું પાણી ઉતારવામાં આવી રહ્યું છે. આ કામગીરીનો પ્રારંભ 29 જુલાઇનાં થયો હતો.આજ સુધીમાં માત્ર 15 બોરમાં જ આ કામગીરી થઇ શકી છે. ચોમાસું મોટાભાગનું પૂર્ણ થઇ ગયું છે. હવે આ કામગીરી કરવાથી તેનો લાભ હવે આવતા વર્ષે જ મળી શકશે. જૂનાગઢ શહેરમાં સિઝનનો સરેરાશ 39.92 ઇંચ વરસાદ થાય છે. તેમજ જૂનાગઢ શહેરની આસપાસથી 3 નદીઓ પસાર થાય છે. શહેર મધ્યે એક અને શહેરની ભાગોળે બે ડેમ આવેલા છે. સારો વરસાદ થવા છતા પણ શહેરમાં ઉનાળા દરમિયાન પીવાનાં પાણીની સમસ્યા સર્જાય છે. ખાસ કરીને જોષીપરા અને ઓજી,ઝાંઝરડા રોડ વિસ્તારમાં પાણીનાં તડ ઉંડા ઉતરી જાય છે. વરસાદનાં પાણીનો સંગ્રહ કે તેનો રોકી ન શકવાનાં કારણે આ સમસ્યાનું સર્જન થઇ રહ્યું છે. ત્યારે જૂનાગઢ શહેરનાં પાણીનાં તડ ઉંચા આવે અને વરસાદી પાણીનો સંગ્રહ થઇ શકે તે માટે મહત્વકાંક્ષી વોટર હાર્વેસ્ટીંગનો પ્રોજેકટ મહાનગર પાલીકાએ હાથ ધર્યો છે.
આ પ્રોજેકટ માટે મનપાનાં બજેટમાં પણ અલગથી જોગવાઇ કરવામાં આવી છે. જૂનાગઢમાં વોટર હાર્વેસ્ટીંગ પ્રોજેકટનો પ્રારંભ પણ કરી દેવામાં આવ્યો છે. તા. 29 જુલાઇનાં મનપાનાં મેયર ગીતાબેન પરમાર અને કમિશ્નર રાજેશ તન્ના સહિતનાં લોકોની હાજરીમાં ભવનાથથી આ પ્રોજેકટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આજે 25 દિવસ જેટલો સમય વિતી ગયો છે. પરંતુ આ પ્રોજેકટને ખાસ ગતી મળી નથી. આજ સુધીમાં માત્ર 15 જેટલી જગ્યાએ વોટર હાર્વેસ્ટીંગ સિસ્ટમ ઇનસ્ટોલ થઇ છે. જ્યારે મનપાનો લક્ષ્યાંક 650 હયાત હેંડપંપનાં બોરમાં વોટર હાર્વેસ્ટીંગ સિસ્ટમ ઇનસ્ટોલ કરવાનો છે. 650 બોર સામે માત્ર 15 બોરમાં જ વોટર હર્વેસ્ટીંગ સિસ્ટમ ઇનસ્ટોલ થઇ શકી છે. હજુ મહાનગર પાલીકા દ્વારા આ કામગીરી કરવામાં આવી રહી છે. ચોમાસાની સિઝનનાં અઢી મહિના કરતા વધુ સમય વિતી ગયો છે. મહત્વનો વરસાદ પણ પડી ગયો છે. મનપાની ધીમી કામગીરીનાં કારણે ચાલુ વર્ષે જોઇ એ તેવો ફાયદો મળશે નહી તેવું લાગી રહ્યું છે.આ કામગીરી સમયસર કરવામાં આવી હોત તો સાયદ તેનો વધુ ફાયદો થઇ શક્યો હોત.પરંતુ મનપાની કામગીરીની વિચિત્ર પધ્ધિતીનાં કારણે સારા પ્રોજેકટનો લાભ નહિવત મળશે.
- Advertisement -
પ્રોજેકટને ચોમાસા પહેલાં પૂર્ણ કરવો જોઇતો હતો
પાણી સંગ્રહનો માટેનો આ પ્રોજેકટનો પ્રારંભ ચોમાસા પહેલા થવો જોઇ તો હતો અને ચોમાસાનાં પ્રારંભ પહેલા પૂર્ણ થઇ જવો જોઇ તો હતો. પરંતુ જૂનાગઢનાં કમનસીબ કે મહત્વકાંક્ષી પ્રોજેકટનો પ્રારંભ જુલાઇ મહિનાનાં અંતમાં થયો હતો. જેના કારણે મનપા ધાર્યા લક્ષ્યાંક સુધી પહોંચી શક્યા નહી. હવે વોટર હાર્વેસ્ટીંગની કામગીરીનું પરિણામ પણ નહિવત રહેશે,કારણ કે મોટાભાગનું ચોમાસા પૂર્ણ થઇ ગયું છે. વરસાદનાં દિવસો જતા રહ્યાં છે.
શહેરમાં સિઝનનો 108% વરસાદ થયો
જૂનાગઢ શહેરમાં સારો વરસાદ થયો છે. શહેરમાં સિઝનનો સરેરાશ વરસાદ 108 ટકા થયો છે. શહેરમાં સિઝનનો વરસાદ 39.92 ઇંચ થવો જોઇએ તેની સામે ચાલુ વર્ષે સિઝનનો વરસાદ 43.32 ઇંચ થયો છે. શહેરમાં વોટર હાર્વેસ્ટીંગની કામગીરી વહેલી પૂર્ણ થઇ ગઇ હોત તો શહેરમાં થયેલા સારા વરસાદનો લાભ મળી શકયો હોત.