5 દિવસથી રોજ 10 કેસ નોંધાઇ રહ્યા છે, રાજકોટ મ્યુનિ.એ ટેસ્ટિંગ વધાર્યું
રવિવારે 9 કેસ નોંધાયા અને 10 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં કોરોનાનું ધીમી ગતિએ સંક્રમણ વધી રહ્યું છે. છેલ્લા 5 દિવસમાં રોજ 10 દસ કેસ નોંધાઇ રહ્યા છે. 5 દિવસમાં 52 કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 63856 પર પહોંચી છે. તેમજ ગઈકાલે રવિવારે શહેરમાં 9 કેસ નોંધાયા હતા. આથી મનપાએ કોરોના ટેસ્ટિંગ વધારી દીધું છે. હાલ 62 દર્દી હોમ આઇસોલેટ હેઠળ સારવાર લઇ રહ્યા છે. રવિવારે 9 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા અને 10 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. મોટાભાગના કોરોના સંક્રમિત દર્દી હોમ આઈસોલેટ છે, શહેરના વોર્ડ નં.8ના મહિલા વેક્સિનના ત્રણેય ડોઝ લીધા હતા છતાં સંક્રમિત થયા છે, એવી જ રીતે વોર્ડ નં.10માં બે ડોઝ લેનાર વૃદ્ધ કોરોના સંક્રમિત થયા છે. છેલ્લા એક સપ્તાહથી રાજકોટમાં પણ કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે.
જોકે કેસ વધતા તંત્રએ કોરોનાનું ટેસ્ટિંગ પણ વધારી દીધું છે.



