-છાયા (પેનમ્બ્રા) ચંદ્રગ્રહણમાં પૃથ્વી સૂર્યની ડિસ્કના ભાગને ઢાંકતી હોય તેવુ લાગે છે:
વર્ષ 2023ના પ્રથમ ચંદ્રગ્રહણનો નજારો આજે 5 મે એ જોવા મળશે. આ છાયા ચંદ્રગ્રહણ 130 વર્ષ બાદ બુદ્ધ પૂર્ણિમાએ થઈ રહ્યું છે. ચંદ્રગ્રહણ ત્યારે થાય છે જયારે સૂર્ય અને ચંદ્ર વચ્ચે પૃથ્વી પસાર થાય છે, જયારે છાયા ચંદ્રગ્રહણ ત્યારે થાય છે. ચંદ્ર પૃથ્વીની છાયાના હળવા બાહરી ક્ષેત્રમાંથી પસાર થાય છે જેને પેનમ્બ્રા કહેવામાં આવે છે. આ એક એવુ ક્ષેત્ર છે જેમાં પૃથ્વી સૂર્યની ડિસ્કના ભાગને ઢાંકતી પ્રતીત થાય છે.
- Advertisement -
આ છાયા ચંદ્રગ્રહણ એશિયા, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, પ્રશાંત, એટલાંટિક, હિંદ મહાસાગર, એન્ટાર્કટિકા અને યુરોપના મોટાભાગના હિસ્સામાં દેખાશે તેને ભારતમાં નવી દિલ્હી, મુંબઈ, બેંગલુરુ, કોલકતા, ચેન્નાઈ, મથુરા, ઈમ્ફાલ, અમદાવાદ, વારાણસી, મથુરા, પુણે, સુરત, કાનપુર, વિશાખાપટ્ટનમ, પટણા, ઉટી, ચંદીગઢ, કોહિમા વગેરે શહેરોમાં જોવા મળશે.
જયારે ખગોળશાસ્ત્ર અને હિન્દુ પંચાંગ અનુસાર ભારતમાં ચંદ્રગ્રહણ નહી દેખાય એટલે ભારતમાં તેનો સૂતક કાળ નહીં લાગે. આ ચંદ્રગ્રહણ રાત્રે 8.45 વાગ્યે શરૂ થઈને મોડી રાત્રે 1 વાગ્યે પુરું થશે.