હિન્દુસ્તાનના ઈતિહાસમાં અનેક એવી કહાનીઓ છુપાઈ છે, જે સમયાંતરે દર્શાવવામાં આવે છે. અક્ષય કુમાર બહાદુરીની આવી જ એક કહાની લઈને આવી રહ્યા છે. અક્ષય કુમાર આ ફિલ્મમાં લીડ રોલ ભજવશે.
હિન્દુસ્તાનના ઈતિહાસમાં અનેક એવી કહાનીઓ છુપાઈ છે, જે સમયાંતરે દર્શાવવામાં આવે છે. અક્ષય કુમાર બહાદુરીની આવી જ એક કહાની લઈને આવી રહ્યા છે. આ ફિલ્મનું નામ સ્કાઈ ફોર્સ છે, જેની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે. ગાંધી જયંતિના દિવસે દેશભક્તિની આ ફિલ્મની જાહેરાત કરવામાં આવી છે.
- Advertisement -
અક્ષય કુમારની ફિલ્મ સ્કાઈ ફોર્સ આગામી વર્ષે ગાંધી જયંતિના દિવસે 2 ઓક્ટોબર 2024ના રોજે રિલીઝ થશે. આ ફિલ્મ દેશની પહેલી એર સ્ટ્રાઈક પર આધારિત છે. વર્ષ 1965માં ભારત પાકિસ્તાનના યુદ્ધ દરમિયાન એર સ્ટ્રાઈક થઈ હતી. જેને અત્યાર સુધીનો સૌથી ઘાતક હુમલો માનવામાં આવે છે. આજની પેઢી આ બાબતે એકદમ અજાણ છે. જે ફિલ્મના માધ્યમથી રજૂ કરવામાં આવી છે. અક્ષય કુમાર આ ફિલ્મમાં લીડ રોલ ભજવશે અને તેમની સાથે વીર પહાડીયાં જોવા મળશે.
आज गांधी-शास्त्री जयंती के दिन सारा देश कह रहा है – जय जवान, जय किसान, जय विज्ञान, जय अनुसंधान. No better day than today to announce the incredible story of #SkyForce: Our untold story of India's first and deadliest airstrike.
Give it love, please. Jai Hind, Jai Bharat. 🇮🇳… pic.twitter.com/qrxQrVqVNB
- Advertisement -
— Akshay Kumar (@akshaykumar) October 2, 2023
ફિલ્મની પહેલી ઝલક
આ ફિલ્મની પહેલી ઝલક ખૂબ જ દમદાર છે. આ ફિલ્મની શરૂઆત પાકિસ્તાનના તત્કાલીન પ્રધાનમંત્રી ભારતને ધમકી આપી રહ્યા છે, ત્યારથી થાય છે. લાલ બહાદુર શાસ્ત્રી આ ધમકીનો જડબાતોડ જવાબ આપી રહ્યા છે અને ભારતની તાકાત દર્શાવે છે.
અક્ષય કુમારે ફિલ્મની પહેલી ઝલક શેર કરીને ફિલ્મની જાહેરાત કરી છે અને જણાવ્યું છે કે, આ ફિલ્મની જાહેરાત આજે જ થઈ શકે. અક્ષય કુમારે આ ફિલ્મમાં પાયલોટનું પાત્ર ભજવ્યું છે. ફિલ્મમાં તેમનો લુક રિવીલ કરવામાં આવ્યો છે. આ ફિલ્મમાં અક્ષય કુમારની સાથે સાથે સારા અલી ખાન, નિમ્રત કોર પણ મુખ્ય ભૂમિકા ભજવશે. 6 ઓક્ટોબરના રોજ અક્ષય કુમારની ફિલ્મ મિશન રાનીગંજ રિલીઝ થશે.