બંનેએ એકબીજા પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.13
- Advertisement -
જયપુરમાં શુક્રવારે રાત્રે લગભગ 8:30 વાગ્યે રાષ્ટ્રીય કરણી સેનાના અધ્યક્ષ શિવ સિંહ શેખાવત અને શ્રી રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ મહિપાલ સિંહ મકરાણા વચ્ચે મારામારી અને ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેમાં મકરાણા ઘાયલ થયા છે. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. શેખાવતે કહ્યું હતું કે મકરાણા ચાર લોકો સાથે ચિત્રકૂટ વિસ્તારમાં આવેલી મારી ઓફિસમાં આવ્યા અને ફાયરિંગ કર્યું. ત્યાં હાજર સિક્યોરિટી ગાર્ડ અને અન્ય લોકોએ તેને પકડી લીધો હતો. જોકે તેમણે તેના પર પણ હુમલો કર્યો હતો. મહિપાલ સિંહ મકરાણાની પત્ની વર્ષાએ શિવ સિંહ અને તેના સાથીઓ પર ફાયરિંગ કરવાનો આરોપ લગાવ્યો છે. આ ઘટનાના કેટલાક વીડિયો પણ સામે આવ્યા છે. આમાં બંને પક્ષો મારામારી કરતા દેખાય છે. જોકે મોડી રાત સુધી બંને તરફથી કોઈ ફરિયાદ નોંધાવામાં આવી નથી. શિવ સિંહ શેખાવતે કહ્યું, મારા નાના ભાઈને શુક્રવારે મકરાણાથી ફોન આવ્યો હતો.
તે કહેતો હતો કે ચાલો બેસીને વાત કરીએ. બધા વાતો કરતા હતા. તેઓ કદાચ નશામાં હતા. આ દરમિયાન તેમણે મારા પર ફાયરિંગ કર્યું હતું. ગોળી જમીન પર વાગી. આ પછી મારા ગનમેને બંદૂકના બટથી તેના માથામાં ફટકો માર્યો. મકરાણા સાથે વધુ ત્રણ લોકો હતા. અમે તે બધાને પકડી લીધા. આ ઘટનાના કેટલાક વીડિયો પણ સામે આવ્યા છે. આમાં બંને પક્ષો મારામારી કરતા જોવા મળે છે. વીડિયોમાં પણ બંને પક્ષો એકબીજા પર ફાયરિંગનો આરોપ લગાવી રહ્યા છે. મહિપાલ સિંહ મકરાણાના માથામાંથી લોહી નીકળતું દેખાય છે. હાલ પોલીસ આ વીડિયોની તપાસ કરી રહી છે. એડિશનલ પોલીસ કમિશનર કૈલાસ બિશ્ર્નોઈએ કહ્યું હતું કે આ બંને પાસે ગનમેન છે. આ ઘટના અંગે ગનમેનની પણ પૂછપરછ કરવામાં આવશે. રાષ્ટ્રીય કરણી સેનાના કાર્યાલયમાંથી લેવામાં આવેલા સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરવામાં આવી રહી છે. ઉઈઙ અમિત કુમારે જણાવ્યું હતું કે બે પક્ષો વચ્ચે મારામારી અને ગોળીબારની માહિતી મળી હતી. ઘટનાસ્થળેથી બુલેટના શેલ મળ્યા હતા. ફાયરિંગમાં કોઈને ઈજા થઈ નથી. મારામારીમાં ઘાયલ થયા. હાલ બંને પક્ષોની પૂછપરછ ચાલી રહી છે.