હવે એક સ્કિન પેચની મદદથી બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને બીજી બીમારીઓ પર નજર રાખી શકાશે. તેને તૈયાર કરનારા કેલિફોર્નિયા સેન ડિએગો યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, એક પેચની મદદથી હાર્ટ રેટ અને શરીરમાં ગ્લુકોઝ લેવલનું મોનિટરિંગ પણ કરી શકાશે.
દર્દીઓનું મોનિટરિંગ કરવું સરળ બનશે
સંશોધક લૂ યિને કહ્યું કે, આ પેચને ગળા પર લગાવવામાં આવશે. આ સ્ટ્રેચેબલ છે. આ પેચ ખાસ કરીને તે દર્દીઓ માટે ફાયદાકારક છે જેઓ બીમારી સામે લડી રહ્યા છે અને તેમને વારંવાર સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાનું હોય.
- Advertisement -
લૂ યિનનાં જણાવ્યા પ્રમાણે, મહામારીને લીધે હજુ પણ લોકો ફોન પર ડૉક્ટરની સલાહ લઇ રહ્યા છે. તેવામાં આ પેચ દૂર બેસેલા દર્દીઓઓનું મોનિટરિંગ કરશે અને ડૉક્ટર આ રિપોર્ટથી દર્દીઓની સ્થિતિ સમજી શકશે.
સ્કિન પેચ આ રીતે કામ કરે છે:
પ્રોફેસર જોસેફ વેન્જ કહ્યું, ઘણા સેન્સર મિક્સ કરીને અમે સ્ટેમ્પ જેવું એક પ્લેટફોર્મ બનાવ્યું છે. તેને સ્કિન પેચનું રૂપ આપ્યું છે. તેને ગળા પર લગાવવામાં આવશે કારણકે આ ભાગ પર બ્લડ પ્રેશર માપવું સરળ હોય છે.
સ્કિન પેચમાં બે પ્રકારના સેન્સર છે. પ્રથમ બ્લડ પ્રેશર સેન્સર અને બીજું કેમિકલ સેન્સર. ડોક પર પેચ લગાવવાથી અલ્ટ્રાસાઉન્ડ વેવની મદદથી શરીરના બ્લડ પ્રેશરની ખબર પડે છે. કેમિકલ સેન્સર પરસેવો ચેક કરે છે અને તે લેક્ટેટ, કેફીન અને આલ્કોહોલનું લેવલ જણાવે છે.
- Advertisement -
ICUમાં ઘણા પ્રકારના ડિવાઈસનો ઉપયોગ નહિ કરવો પડે.આ પેચ તૈયાર કરનારા વૈજ્ઞાનિકોનું કહેવું છે, ICUનાં દર્દીઓનું મોનિટરિંગ કરવા ઘણા મેડિકલ ડિવાઇસનો ઉપયોગ થાય છે. હવે નવા સ્કિન પેચની મદદથી ઘણા પ્રકારના મેડિકલ ડિવાઇસનો ઉપયોગ નહિ કરવો પડે.