મચ્છર ભગાડવા સળગાવેલી કોઈલના કારણે ઘરમા લાગી આગ, શ્વાસ રુંધાતા 6ના મોત થયા
ખાસ-ખબર સંવાદદાતા
દિલ્હીના એક જ પરિવારના 6 લોકોના મોતની ઘટના સામે આવે છે. શાસ્ત્રીય પાર્ક વિસ્તારમાં શ્વાસ રુંધાતા કેટલાક લોકોના મોત થયા છે.
પૂર્વ દિલ્હીના શાસ્ત્રી પાર્ક વિસ્તારમાં 6 લોકોના મોતનો મામલો સામે આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે રાતના સમયે આ લોકો મચ્છર મારવાની કોઈલ સળગાવીને સૂઈ ગયા હતા, જે બાદ અચાનક ગાદલુ આગની ઝપેટમાં આવતા આગની ઘટના બની હતી અને આગના કારણે ઘુમાડાના ગોટે ગોટા ફેલાય ગયા હતા જે બાદ શ્વાસ રૂંધાવાને કારણે એક જ પરિવારના 6 લોકોનાં મોત થયા હોવાનું સામે આવી રહ્યું છે. મળતી માહિતી મુજબ 9 લોકો સૂઈ ગયા હતા, જેમાંથી છના મોત થયા છે. જિલ્લા ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ જોય તિર્કીએ મૃત્યુની પુષ્ટિ કરી છે. શુક્રવારે સવારે 9 વાગ્યે, પોલીસને માહિતી મળી હતી કે એક ઘરમાં આઠ લોકો બેભાન મળી આવ્યા હતા, બધાને જગ પ્રવેશચંદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેમાંથી છને ડોક્ટરે મૃત જાહેર કર્યા છે. મૃતક શાસ્ત્રી પાર્કમાં માછલી માર્કેટ પાસે રહેતો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર મૃતકનો પરિવાર બિલ્ડિંગના પહેલા માળે સૂતો હતો. એક જ રૂમમાં કુલ નવ લોકો હતા. જેમાં ચાર પુરુષો ઉપરાંત એક મહિલા અને દોઢ વર્ષના બાળકનું મોત થયું છે.
પોલીસના જણાવ્યા અનુસાર અહીંથી 15 વર્ષની છોકરી સહિત ત્રણ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. જેમાંથી બે લોકોને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે ત્રીજા વ્યક્તિને પ્રાથમિક સારવાર બાદ રજા આપવામાં આવી છે.