મામાએ પારકી પરણેતર સાથે પ્રેમ હોય તેનો ખાર રાખી થયેલા ઝઘડામાં નિર્દોષ ભાણેજનો ભોગ લેવાયો
ગોંડલ તાલુકા પોલીસે ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલી નાખ્યો : તમામના રિમાન્ડ મેળવવા તજવીજ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ ગોંડલ હાઇવે ઉપર ભરૂડી ટોલનાકા નજીક થયેલ બિહારી યુવકની હત્યાનો પોલીસે ભેદ ઉકેલી નાખ્યો છે એક માસ પૂર્વે પેટીયુ રડવા આવેલા યુવકેને મામાના પ્રેમ પ્રકરણમાં ટાર્ગેટ બનાવી છ શખ્સોએ છરી અને પથ્થરના ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધાનું ખુલતા પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.
મૂળ બિહારના હાલ કોટડાસાંગાણીના પડવલા ગામે અલમાઇટ્સ એન્ટરપ્રાઇઝ નામના કારખાનામાં રહી મજૂરી કરતા 22 વર્ષીય યુવાન લાલુકુમાર તપેસર રાઉત્તએ બિહારના બાંકા જિલ્લાના વતની રાકેશ સુભાષ મંડલ, છોટેલાલ સુભાષ દરવે, નવીનકુમાર મંડલ, છોટુકુમાર નરેશ મંડલ, ગણેશ ઉર્ફે ડમરૂ અને નીરજકુમાર રાઉત સામે ગોંડલ તાલુકા પોલીસમાં હત્યાની કલમો હેઠળ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઇ તા.17ના તે અને તેનો ભાણેજ ચંદનકુમાર રૂમે આરામ કરતા હતા. તેની બાજુમા આવેલ કંપની વરૂણ કાસ્ટીંગમા કામ કરતા મારા મીત્ર રાકેશકુમારએ ફોન કરી વાત કરેલ કે મારા મીત્રને ત્યા પ્રોગ્રામમાં જવાનુ છે, જેથી તેને કહેલ કે કયા જવાનુ છે? રાકેશકુમારે કહેલ કે ટોલનાકા પાસે મારો મિત્ર કંપનીમાં કામ કરે છે, ત્યા જવાનુ છે, તેમ કહી કહેલ કે તુ તથા ચંદનકુમાર તથા વિવેકકુમાર ત્રણેય આવો. જેથી પ્રોગ્રામ અહીયા જ કરીએ, અમારે નાઇટ ડ્યુટીમાં જવાનુ છે, ત્યા દુર જવુ નથી કહેતાં રાકેશકુમારએ કહેલ કે, મીત્રને ત્યા જ જવાનુ છે તેમ કહી તેને, વિવેકકુમાર અને ચંદનકુમારને રૂમ ઉપર તેડવા આવેલ હતો. જેથી તેઓ ચારેય બાઈકમાં ટોલનાકા બાજુ જવા નીકળ્યા હતા બાદ રાકેશકુમારનો મીત્ર કુંદન આવેલ અને ચંદનકુમાર તેમજ વિવેકકુમારને થોડે દૂર ખરાબાની જગ્યામાં બેસાડી પોતે રાકેશ અને કુંદન વસ્તુ લેવા ગયા હતા થોડીવારમાં રાકેશકુમાર તથા કુંદન બન્ને નાસ્તો લઇ આવેલ અને બધા નાસ્તો કરતા હતા. દરમિયાન રાકેશકુમારના ભાઈ છોટેલાલ શુભાષ દરવે સહિતના શખ્સો આવ્યા હતા અને રાકેશકુમારએ કહેલ કે મારા ભાઈ નવીનની પત્ની પ્રીતી સાથે કેમ સંબંધ રાખે છે હજુ તુ એને કેમ મેસેજ કરશ? લાવ તારો મોબાઇલ જોવા દે તેમ કહી મોબાઇલ માંગ્યો હતો પરંતુ મોબાઇલ નહિ આપતાં બોલાચાલી થઈ હતી બાદ આ લોકોએ માથાકુટ કરતા મેં કહ્યું કે મે એકાદ વર્ષથી પ્રિતી સાથે કોઈ વાતચીત કરી નથી. જે બાદ માર મારવા લાગ્યા હતા દરમિયાન ભાણેજ ચંદનકુમાર તથા વિવેકકુમાર વચ્ચે પડ્યા હતા. તે તથા કુંદન ત્યાથી દુર જતા રહ્યા હતા. જયારે રાકેશકુમાર તથા તેના મિત્રો ચંદનકુમાર સાથે મારામારી કરતા હતા આ લોકો ભાણેજને માર મારતા હતા ત્યા બીક લાગતા ગયો ન હતો. બાદ રાકેશકુમારે ભાણેજ ચંદનકુમારનું પાછળથી ગળુ પકડી તેના મિત્રો મારામારી કરતા હતા. ત્યાર પછી છરી અને પથ્થર વડે ભાણેજ પર તૂટી પડ્યા હતા 112 માં ફોન કરતા પોલીસ આવી ગઈ હતી જેથી અમે ફરી બનાવસ્થળે ગયા હતા જયા પહોંચતા ચંદનકુમાર લોહીલુહાણ હાલતમાં પડ્યો હતો તેના માથામાંથી લોહી નીકળતું હતું અને આંતરડા બહાર નીકળી ગયા હતા જેથી તેને 108માં ગોંડલ સરકારી હોસ્પિટલ લઇ જતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો ગોંડલ તાલુકા પીઆઈ વી એમ ડોડીયા સહીતની ટીમોએ ગણતરીની કલાકોમાં જ તમામ હત્યારાઓને ઝડપી લઇ તમામ આરોપીઓના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.



