ઝુલતા પુલના રિપેરિંગ-જાળવણી- સંચાલનમાં અનેક ખામીઓ હતી: મુખ્ય કેબલ તૂટતાં દુર્ઘટના સર્જાઇ હતી
49 કેબલ પૈકી 22માં કાટ લાગેલો હતો
- Advertisement -
જયસુખ પટેલ જ મુખ્ય ગુનેગાર હોવાનું SITનાં રિપોર્ટ પરથી સ્પષ્ટ થાય છે
ખાસ-ખબર સંવાદદાતા
મોરબીમાં 135 લોકોનો ભોગ લેનારી ઝુલતા પૂલ દુઘર્ટનાની તપાસ માટે રચાયેલી સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમ (સીટ) દ્વારા હાઈકોર્ટ સમક્ષ રિપોર્ટ પેશ કર્યો છે અને તેમાં ચોંકાવનારા તથ્યો રજૂ કર્યા છે. દુર્ઘટના પૂર્વે જ ઝુલતા પુલના અર્ધોઅર્ધ કેબલ તૂટેલાં હોવાની શંકા દર્શાવવા સાથે તમામે તમામની બેદરકારી હોવાનો અંગુલી નિર્દેશ કર્યો છે. જેનાં પરથી સાબિત થાય છે કે, જયસુખ પટેલ જ મુખ્ય ગુનેગાર છે.
- Advertisement -
રિપોર્ટમાં એવું પણ જણાવાયું છે કે, મોરબી પાલીકાનાં જનરલ બોર્ડની અનુમતી વિના ચીફ ઓફીસર ઓરેવા ગ્રુપ સાથે કરી શકતા નથી ઝુલતો પુલ જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો ત્યારે જ દુર્ઘટના ઝળુંબતી હતી. પુલના 49 માંથી 22 કેબલ દુર્ઘટના પૂર્વે જ તુટેલા જેવા જ હતા અને બાકીનાં પણ 27 પછી તૂટ્યાં હતા.