દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ દારૂ કૌંભાંડ કેસમાં પોતાની ધરપકડને સુપ્રિમ કોર્ટમાં પડકારી છે. વરિષ્ઠ વકિલ અને કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંઘવીએ સિસોદિયાની તરફથી ચીફ જસ્ટિસના કેસની જલ્દી જ સુનાવણી કરવા માટે વિનંતી કરી છે.
સુપ્રિમ કોર્ટએ જલ્દી જ આ અરજીમાં સુનાવણી કરવા માટે તૈયાર છે. આજે બપોરે 3:50 વાગ્યે આ અરજીની સુનાવણી કરવામાં આવશે. જો કે આ પહેલા CJI એ કહ્યું કે, તેમણે હાઇકોર્ટ જવું જોઇએ અને બીજા કાનુની વિકલ્પને પસંદ કરવો જોઇએ.
- Advertisement -
સિસોદિયાએ આ અરજીમાં કથિત દારૂ કૌભાંડની સીબીઆઇ દ્વારા કરવામાં આવી રહેલી તપાસ પર પ્રશ્નો ઉભા કર્યો છે. મીડિયા રિપોર્ટસ અનુસાર, આ વચ્ચે સીબીઆઇએ આજે ફરી દારૂ કૌંભાંડને લઇને સિસોદિયાને પૂછપરછ કરી છે. છેલ્લા સોમવારના સીબીઆઇએ વિશેષ અદાલતને મનીષ સિસોદિયાને 5 દિવસના રિમાન્ડ પર મોકલ્યા છે.
Delhi Excise policy case | Delhi Deputy CM Manish Sisodia moves Supreme Court challenging his arrest, plea likely to be mentioned in SC today seeking urgent hearing on his plea.
(File photo) pic.twitter.com/QZQD7ptGIT
- Advertisement -
— ANI (@ANI) February 28, 2023
ફક્ત વિરોધીઓને જેલમાં મોકલવામાં આવી રહ્યા છે: સંજય રાઉત
સાંસદ સંજય રાઉતએ મીડિયાને પ્રશ્નોના જવાબ આપતા કહ્યું કે, જો આજના જમાનામાં બે કલાક માટે CBI, ED કોઇપણ પાસે આવે તો તેઓ દેશના બાદશાહ બની જાય છે. પરંતુ આ લોકતંત્રની વાત નથી. આજે અલોકતાંત્રિક રીતે આ દેશ ચાલી રહ્યો છે. ફક્ત વિરોધીઓને જેલમાં મોકલવામાં આવી રહ્યા છે. જો કોઇ આ કહી રહ્યું હોય તો તેના મનની આ વ્યથા છે.
મનીષ સિસોદિયા CBIના પ્રશ્નોના સાચા જવાબ આપતા નથી: મીડિયા રિપોર્ટસ
મીડિયો રિપોર્ટમાં CBIના સૂત્રોના જણાવ્યા અનુસાર, મનીષ સિસોદિયા CBIના બધા પ્રશ્નોના સાચા જવાબ આપી રહ્યા છે, પરંતુ તેઓ મનાઇ કરે છે. એવામાં CBI એ લોકોથી સિસોદયાનો સામનો કરી શકે છે, જે કથિત કૌભાંડ સાથે જોડાયેલા છે.