મામલતદાર સહિતના અધિકારીઓ પણ કામગીરીમાં જોડાયા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.26
દેશભરમાં નવી મતદાર યાદી સુધારણા માટે SIRની કામગીરી ચાલી રહી છે ત્યારે ધ્રાંગધ્રા ખાતે પણ ગ્રામ્ય વિસ્તારોમાં મતદાર યાદીના સુધારણા અંગેની કામગીરી પૂર જોશમાં ચાલી રહી છે ધ્રાંગધ્રા પંથકના રાજસીતાપુર, જશમતપુર, નારીચાણા, ભેચડા, જસાપર સહિતના તમામ ગામોમાં મતદાર યાદી સુધારણામાં ઈનચાર્જ મામલતદાર એચ.આર.પઢીયાર પણ જોડાયા હતા ધ્રાંગધ્રા મામલતદાર દ્વારા મતદારોને મતદાર યાદીના ફોર્મ ભરવા માટે પડતી મુશ્કેલી અને પ્રશ્નોના નિરાકરણ માટે માગેદશેન આપ્યું હતું આ સાથે મામલતદાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં જઈ ઇકઘ માટે પણ જઈંછની કામગીરી હળવી અને ઝડપી થાય તે માટે મતદારોને જાગૃત કર્યા હતા.



