રાજસ્થાનની રૂબલ શેખાવત ફર્સ્ટ રનર અપ બની અને ઉતર પ્રદેશની શીનાતા ચૌહાણ સેંકડ રનર અપ બની છે.
આપણા દેશને આ વર્ષની મિસ ઈન્ડિયા મળી ગઈ છે. કર્ણાટકની સીની શેટ્ટીએ મિસ ઇન્ડિયાનો સુંદર તાજ તેના નામે કર્યો છે. 31 ફાઇનલિસ્ટને હરાવીને એમને આ અદભૂત તાજ પોતાના નામે કર્યો છે. ત્યાં જ રાજસ્થાનની રૂબલ શેખાવત ફર્સ્ટ રનર અપ બની અને ઉતર પ્રદેશની શીનાતા ચૌહાણ સેંકડ રનર અપ બની છે.
- Advertisement -
દર વર્ષની જેમ આ વર્ષે પણ મિસ ઈન્ડિયા બનવાની સ્પર્ધા ઘણી અઘરી પણ મજેદાર હતી. મિસ ઈન્ડિયાની 6 લોકોની જજ પેનલે દરેક વાતને ધ્યાનમાં લઈને એક વિજેતાને પસંદ કરવાની હતી. આ વખતે જજ પેનલમાં મલાઇકા અરોડા, નેહા ધૂપિયા, ડિનો મોરિયો, રાહુલ ખન્ના, રોહિત ગાંધી અને શામક ડાબર શામેલ હતા. આ સિવ બીજા ઘણા બૉલીવુડ સેલિબ્રિટીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. કૃતિ સેનન જેવી બીજી ઘણી અભિનેત્રીએ રેડ કાર્પેટ તેની અદાઓ વિખરાવી હતી. નેહા ધૂપિયાને જજ પેનલમાં શામેલ કરવામાં આવી હતી કારણકે તેને મિસ ઈન્ડિયાનું તાજ જીત્યું તેને 20 વર્ષ પૂર્ણ થયા હતા.
When dreams turned into reality 👑
.
.
.
.
.#SiniShetty #MissIndiaFinale2022 #MissIndia2022 #FeminaMissIndia2022 #MissIndia pic.twitter.com/VmXwWjN7Uz
- Advertisement -
— Sini Shetty (@sini_shetty) July 4, 2022
દર વર્ષની જેમ આ વર્ષે પણ મિસ ઈન્ડિયાનું ફીનાલે મુંબઈ જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં આયોજિત કરવામાં આવ્યું હતું. આટલા મોટા સ્તર પર આયોજિત આ પ્રોગ્રામમાં ભાગ દેનાર દરેક પ્રતિસ્પર્ધીએ જજન દરેક સવાલના ખૂબસૂરતી પૂર્વક જવાબ આપ્યા હતા અને ત્યાં આવેલ દરેક દર્શકોને જોવાની ઘણી મજા આવી હતી. પ્રતિસ્પર્ધીમાંથી સૌથી આગળ સીની શેટ્ટી હતી અને અંતે તેને જ મિસ ઈન્ડિયા ઘોસીત કરવામાં આવી.
સીની શેટ્ટી વિશે જણાવી દઈએ તો હાલ સીની શેટ્ટી Chartered Financial Analyst (CFA)નો કોર્સ કરી રહી છે પણ તેને ડાન્સ કરવાનો પણ ઘણો શોખ છે અને તે ભરતનાટ્યમ પણ શીખી લીધું છે. એમને ચાર વર્ષની ઉંમરથી જ ડાન્સ કરવાની શરૂઆત કરી દીધી હતી અને 14 વર્ષની ઉંમર સુધી તેને ઘણા સ્ટેજ પર્ફોમન્સ પણ કર્યા હતા. જો કે સીની શેટ્ટી કર્નાટકની રહેવાસી છે પણ તેનો જન્મ મુંબઈમાં થયો હતો.