-સિંગાપોરના પાસપોર્ટથી 198 દેશોમાં અને ભારતના પાસપોર્ટથી પ7 દેશોમાં વિઝા ફ્રી એન્ટ્રી
વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટના રેન્કિંગમાં જાપાનને પાછળ રાખીને સિંગાપોરે પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. સિંગાપોરના પાસપોર્ટથી વિશ્વના 192 દેશોમાં વિઝા ફી પ્રવેશ મળે છે. બીજી તરફ આ યાદીમાં ભારત પાંચ સ્થાન કુદાવીને 80માં સ્થાને આવ્યું છે. ભારતના પાસપોર્ટથી 57 દેશોમાં વિઝા ફ્રી પ્રવેશ મળે છે.
- Advertisement -
મંગળવારે જારી થયેલા હેન્લી પાસપોર્ટ ઇન્ડેક્સ મુજબ છેલ્લાં પાંચ વર્ષથી ટોચના સ્થાને રહેલું જાપાન ગબડીને ત્રીજા સ્થાને આવી ગયું છે. જાપાનના પાસપોર્ટથી વિશ્વના 189 દેશોમાં વિઝા વગર પ્રવેશ મળે છે. તે ઓસ્ટ્રિયા, ફિનલેન્ડ, ફ્રાન્સ, લક્ઝમબર્ગ, દક્ષિણ કોરિયા અને સ્વીડન સાથે ત્રીજું સ્થાન શેર કરે છે.
બીજા સ્થાને જર્મની, ઇટલી અને સ્પેન, જે તમામ દેશો 190 સ્થળોની વિઝા-મુક્ત પ્રવેશ આપે છે. બ્રિક્ઝિટ પછીથી નરમાઇનો સામનો કરી રહેલું બ્રિટન આ રેન્કિંગમાં બે સ્થાન કુદાવીને ચોથા સ્થાને આવ્યું છે. 2017માં પણ બ્રિટન ચોથા સ્થાને હતું. રેન્કિંગમાં અમેરિકાનું સ્થાન સતત ગબડી રહ્યું છે અને આ વર્ષે તે આઠમાં ક્રમે આવ્યું છે. અમેરિકાના પાસપોર્ટથી 184 દેશોમાં વિઝા ફી પ્રવેશ મળે છે. આઠમાં સ્થાને લિથુયાનિયા પણ છે.
આ રેન્કિંગમાં એકમાત્ર સિંગાપોરના ક્રમ ઉપર આવ્યોછે. યાદીમાં સૌથી નીચા ક્રમે અફઘાનિસ્તાન છે. તળિયાના બીજા પાંચ દેશોમાં યમન 99માં, પાકિસ્તાન 100મા, સીરિયા 101મા અને ઇરાક 102મા ક્રમે આવે છે. અહીં ઉલ્લેખનીય છે કે એક દાયકા પહેલા અમેરિકા અને બ્રિટન હેન્લી ઇન્ડેક્સમાં ટોચ પર હતાં, તે સમગ્ર વિશ્વમાં ભૌગોલિક રાજકીય ફેરફારોની અસર દર્શાવે છે.
- Advertisement -
હેન્લી પાસપોર્ટ ઇન્ડેક્સ ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ (ઈંઅઝઅ)ના સત્તાવાર ડેટા આધારિત છે. પાસપોર્ટને આધારે કેટલા દેશોમાં વિઝા વગર પ્રવેશ મળે છે તેના વિશ્વના દેશોને રેન્કિંગ આપવામાં આવે છે.