-જો કે કોરોના ઘાતક નહીં, સૌને માસ્ક પહેરવા અપીલ
-ભારતમાં પણ કોરોનાના કેસ વધ્યા: 312 નવા કેસ
- Advertisement -
દુનિયામાં હાલ કોરોનાના વળત પાણી છે ત્યારે સિંગાપોરમાં એકાએક કોરોનાના કેસ વધી ગયા છે. સિંગાપોરમાં કોરોનાના 56 હજાર જેટલા કેસ નોંધાતા સરકારે લોકોને માસ્ક પહેરવાની અપીલ કરી છે. જો લોકો બીમાર નથી તો પણ તેને માસ્ક પહેરવાનું કહેવામાં આવી રહ્યું છે.
આ અંગેની વિગત મુજબ સિંગાપોરમાં કોરોનાના કેસો વધવા માંડયા છે. ઉલ્લેખનીય છે કે આ આંકડા ગત સપ્તાહના છે. તેના પહેલાના સપ્તાહે આ આંકડો 32 હજારનો હતો. કોરોનાના વધતા કેસોને લઈને સિંગાપોરના સ્વાસ્થ્ય મંત્રાલયે 19 ડિસેમ્બરથી રોજનું અપડેટ જાહેર કરવાનો નિર્ણય લીધો છે.
સિંગાપોરની સરકારે લોકોને ભીડવાળા વિસ્તારોમાં માસ્ક પહેરવાની સલાહ આપી છે. ખાસ કરીને બુઝુર્ગ લોકો સાથે રહેનારા લોકોએ તો ઘરમાં પણ માસ્ક પહેરવાની સલાહ અપાઈ છે. સિંગાપોરના સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે ટુંક સમયમાં જ સિંગાપોર એકસ્પો હોલ નં.10માં કોરોના દર્દીઓના બેડ લગાવવામાં આવશે.
- Advertisement -
હાલ સિંગાપોરમાં કોરોના સંક્રમણવાળા દાખલ થતા દર્દીઓની સરેરાશ રોજની સંખ્યા 225 થી 230 છે. ભારતમાં પણ વધ્યા કોરોનાના કેસ: ભારતમાં પણ કોરોનાના કેસમાં વધારો થયો છે. જો કે કોઈ ચિંતાજનક પરીસ્થિતિ નથી. શુક્રવારે દેશમાં કોરોનાના 312 નવા કેસ બહાર આવ્યા હતા, જેમાં એકલા કેરળમાંથી 280 કેસ નોંધાયા છે. જે દર્દીઓ છે તેમાં કોઈ ગંભીર લક્ષણો નથી.