હાર્દિકસિંહ ડોડીયા, દિગ્વિજય દેસાઈ, જીગર માળી, અભિરાજસિંહ તલાટીયા, આશુતોષ મહેતા, વનરાજ મીર, જય ચાવડા, હર્ષરાજસિંહ જાડેજા, ભાવેશભાઈ દેસાઈ, અંકિતભાઈ ચૌહાણે ‘ખાસ-ખબર’ના મેનેજિંગ ડિરેકટર પરેશભાઇ ડોડિયાની મુલાકાત લઇ આ યાત્રાની માહિતી આપી હતી.
આ યાત્રા 29 ઓગસ્ટે દાંડી ખાતે સમાપ્ત થશે: 500થી વધુ કાર્યક્રમો, 5500 સ્વયંસેવકો જોડાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
અખંડ ભારત સ્વાભિમાન મંચ (ABSM) દ્વારા દેશભક્તિ અને રાષ્ટ્રીય સુરક્ષાના સંદેશાને જન-જન સુધી પહોંચાડવાના ઉમદા ઉદ્દેશ સાથે ‘સિંદૂર સ્વાભિમાન યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રા આગામી તા. 16મી ઓગસ્ટના રોજ નડાબેટથી પ્રસ્થાન કરશે અને 29મી ઓગસ્ટના રોજ ઐતિહાસિક દાંડી ખાતે સમાપ્ત થશે.
આ યાત્રાનો મુખ્ય હેતુ પહલગામના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો, ભારતીય સેનાના જવાનોની અદમ્ય બહાદુરીને બિરદાવવાનો અને ‘ઓપરેશન સિંદૂર’ સહિત રાષ્ટ્રીય સુરક્ષા માટે સરકાર દ્વારા લેવાયેલા નિર્ણયોને જન-જન સુધી પહોંચાડીને તેને સમર્થન આપવાનો છે.
રાષ્ટ્રપ્રેમનો પ્રસાર: ‘સુરક્ષિત સીમા- સુરક્ષિત રાષ્ટ્ર’ના સંકલ્પને લોકોમાં જાગૃત કરીને રાષ્ટ્રપ્રેમની ભાવનાને વધુ પ્રજ્જવલિત કરવી.
યાત્રાનું સ્વરૂપ અને કાર્યક્રમો: આ ભવ્ય યાત્રામાં 51 કાર્સ અને 200 અઇજખ સાથીઓ જોડાશે. યાત્રાના માર્ગમાં આવતા દરેક ગામમાં શહીદ રથ પર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવશે. પ્રત્યેક ગામમાં ‘સિંદૂર સ્વાભિમાન ઝંડા’નું સ્થાપન કરવામાં આવશે અને દેશપ્રેમના પ્રતીકસમા ‘સિંદૂર’ના છોડ વાવવામાં આવશે. આ યાત્રા દરમિયાન સ્થાનિક લોકો દ્વારા દર સાંજે ‘ભારત માતા કી આરતી’નું આયોજન કરવામાં આવશે, જે રાષ્ટ્રીય એકતાનું પ્રતીક બનશે.
આ ઉપરાંત યાત્રામાં વર્તમાન સૈનિકો માટે રાખડીઓ એકત્રિત કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સરકારને અભિનંદન આપવા માટે પોસ્ટકાર્ડ લેખન અભિયાન અને સેનાને સમર્થન દર્શાવવા માટે હસ્તાક્ષર અભિયાન પણ ચલાવવામાં આવશે. યાત્રા દરમિયાન શહીદ પરિવારો અને ભૂતપૂર્વ સૈનિકોનું સન્માન કરવામાં આવશે અને એલઈડી સ્ક્રીન પર રાષ્ટ્રીય સુરક્ષા તેમજ ભારતની વિદેશ નીતિ અંગેની મહત્ત્વપૂર્ણ માહિતી દર્શાવવામાં આવશે. આ યાત્રા 3000 કિલોમીટરનું અંતર કાપશે, જેમાં 500થી વધુ કાર્યક્રમો યોજાશે અને 5500થી વધુ સ્વયંસેવકો જોડાશે. આ પ્રવાસ દ્વારા 10,000થી વધુ રાખડીઓ અને 1 લાખથી વધુ પોસ્ટકાર્ડ એકત્ર કરવાનો લક્ષ્યાંક છે. ‘સિંદૂર સ્વાભિમાન યાત્રા’ રાષ્ટ્રની સમૃદ્ધ સંસ્કૃતિ અને સંસ્કારોની જીવંત પરંપરાને ઉજાગર કરવાનો એક ભવ્ય પ્રયાસ છે.