લક્ષ્ય સેને હમવતન ખેલાડી પ્રણયને હરાવ્યો: સાત્વિક-ચિરાગની જોડીની પણ આગેકૂચ
બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા પી.વી.સિંધુ ઈન્ડિયા ઓપન સુપર બેડમિન્ટન ટૂર્નામેન્ટના પ્રથમ રાઉન્ડમાં જ હારીને બહાર થઈ ચૂકી છે. પૂર્વ ચેમ્પિયન અને દુનિયાની સાતમા નંબરની ખેલાડી સિંધુને મહિલા સિંગલ્સ મુકાબલામાં થાઈલેન્ડની 30મા નંબરની ખેલાડીએ હરાવી છે.
- Advertisement -
જ્યારે સાઈના નેહવાલે જીત જરૂર મેળવી પરંતુ આ માટે તેણે જબદરસ્ત મહેનત કરવી પડી હતી. જીત્યા બાદ સાઈનાની ટક્કર હવે ટોક્યો ઓલિમ્પિકની ગોલ્ડ મેડાલિસ્ટ ચેન યુફેઈ સામે થશે.
પી.વી.સિંધુને ડાબા હાથની ખેલાડી સુપાનિદા વિરુદ્ધ ઝઝૂમવું પડ્યું જેના રિટર્ન સચોટ હતા અને પહેલી ગેમમાં જ તેણે રેલીમાં પણ નિયંત્રણ બનાવ્યું હતું. પૂર્વ વિશ્વ ચેમ્પિયન સિંધુએ બીજા સેટમાં પડકાર ફષંક્યો હતો. જો કે અંતમાં સુપાનિદાએ વિનિંગ પોઈન્ટ મેળવીને જીત હાંસલ કરી લીધી હતી.
બીજી બાજુ વિશ્વમાં 12મા નંબરના ખેલાડી લક્ષ્ય સેને શાનદાર રમત રમી હતી. તેણે પોતાના જ દેશના પ્રણયને હરાવ્યો હતો. જ્યારે પુરુષ ડબલ્સમાં સાત્વિક સાઈરાજ અને ચિરાગ શેટ્ટીની જોડીએ સ્કોટલેન્ડની જોડીને પરાસ્ત કરીને બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે.