શોભાયાત્રા સહિતના કાર્યક્રમો મોરબીની ઘટનાને પગલે રદ કરાયા
ખાસ-ખબર સંવાદદાતા
વેરાવળમાં 223મી જલારામ જ્યંતીની સાદગીપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.મોરબી ખાતે સર્જાયેલ દુ:ખદ અકસ્માતની ઘટનાને ધ્યાને રાખી વેરાવળમાં સંત શિરોમણી પૂ.જલારામ બાપાની જન્મ જ્યંતી ઉજવણીના કાર્યક્રમમાં સમાજના મોભીઓ દ્વારા બપોરના 3 વાગ્યે જલારામ મંદિરેથી નિકળતી શોભાયાત્રા રદ કરવામાં આવી હતી.જ્યારે બપોરે લોહાણા મહાજન વંડી ખાતે તથા સાંજે લોહાણા બોર્ડીંગ ખાતે સમૂહ પ્રસાદીનો કાર્યક્રમ યથાવત રાખવામાં આવ્યો હતો.ઉપરાંત ઉજવણી સાદગીપૂર્વક કરવાની હોવાથી જ્ઞાતિના યુવકોએ ફટાકડા ન ફોડવાની અપીલ કરવામાં આવી હતી.આ તકે ભક્તોએ જલારામ મંદિરે જલારામ બાપાના દર્શન કરી સાદગી પૂર્વક ઉજવણી કરી હતી અને મોરબીની ઘટનામાં મૃત્યુ પામનારા લોકોની આત્મા શાંતિ માટે પ્રાથના કરી હતી.