સીમકાર્ડ ફ્રોડના કારણે અનેક લોકોને જીવનભરની કમાણી ખોવી પડેલી
નવો નિયમ 1 ઓકટોબરથી લાગુ થશે: વેપારીઓ નિયમનું ઉલ્લઘંન કરશે તો રૂા.10 લાખનો દંડ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
સીમકાર્ડને લઈને સરકારે નવા નિયમો જાહેર કર્યા છે, જે અંતર્ગત 52 લાખ સીમકાર્ડ કનેકશન બંધ કરી દેવામાં આવ્યા છે. કેટલાક સમય પહેલા જ સરકારે મોબાઈલ ફોન માટે સિમ વેરિફીકેશનના નવા નિયમો બનાવ્યા હતા. સરકારે એક સાથે સિમ જાહેર કરવાની જોગવાઈ જ ખતમ કરી દીધી હતી. જે અંતર્ગત જે પણ ડીલર સિમ ઈસ્યુ કરે છે તેમણે દરેક સીમ કાર્ડનું વેરિફીકેશન કરવું પડશે. જો આમ ન કરવામાં આવે તે તેની સામે કાર્યવાહી થઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયમાં સિમ કાર્ડ ફ્રોડને લઈને અનેક મામલા બહાર આવ્યા હતા, તેનાથી અનેક યુઝર્સને તેમની જીવનભરની કમાણીથી હાથ ધોવા પડયા હતા. ટેલિકોમ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે, સરકારે 66 હજાર વોટસ એપ એકાઉન્ટ બંધ કરી દીધા છે. આ બધા એકાઉન્ટ છેતરપીંડી જેવા કેસોમાં સંડોવાયેલા હતા. આ સાથે જ સરકારે 67 હજાર સીમકાર્ડ ડીલર્સને પણ બ્લેકલિસ્ટ કરી દીધા છે.
તેમાંથી કેટલાય સામે 300થી વધુ એફઆઈઆર કરવામાં આવી છે, જેને લઈને 52 લાખ ફોન નંબર બંધ કરી દેવામાં આવ્યા છે. માત્ર કલેકશન જ બંધ નથી કરાયા બલકે સ્કેમર્સ (કૌભાંડકારીઓ)ના લગભગ 8 લાખ બેન્ક વોલેટસ પણ બંધ કરી દેવાયા છે.
- Advertisement -
ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા જાહેર નવો નિયમ 1 ઓકટોબરથી લાગુ થઈ જશે, 30 સપ્ટેમ્બર પહેલા જેટલા પણ પોઈન્ટ ઓફ સેલ છે તેને રજીસ્ટર કરવા પડશે. આ સિવાય જો કોઈ ડીલર રજીસ્ટ્રેશન નથી કરાવતો અને સીમકાર્ડ વેચે છે તો તેને 10 લાખ રૂપિયાનો દંડ ભરવો પડશે. જે પણ ડીલર સિમ વેચે છે તેનું બાયોમેટ્રીક વેરિફીકેશન જરૂરી રહેશે. સાથે સાથે પોલીસ વેરિફીકેશન પણ થશે, ત્યારબાદ રજીસ્ટ્રેશન જરૂરી રહેશે.