ખાસ-ખબર સંવાદદાતા
મોરાજ ગામ ખાતે આઈ.ડી.ચૌહાણ હાઈસ્કૂલ એનએસએસ યુનિટની 25મી વાર્ષિક શિબિરનું સમાપન યોજવામાં આવેલ હતું. જેમાં પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારી ડો. વાજા ની વિશેષ ઉપસ્થિતિ હતી.શાળાના એડમીનિસ્ટ્રેટર યુસુફ ભાઇ ડિંગી દ્વારા પ્રેરણાદાયક પ્રવચન આપવામાં આવેલ.જુદી જુદી સમાજના પ્રમુખ, ફિશ ઉધોગપતિઓ, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.આ તકે પ્રોગ્રામ ઓફિસર તરીકે 25 વર્ષ પુરા કરનાર ટી.એફ.સૈયદનું શાલ ઓઢાડીને, શિલ્ડ આપીને વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. એનએસએસ સ્વયંસેવકો તથા પ્રા.શાળા ના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવ્યા હતા.સમગ્ર શિબિરનું સંચાલન આચાર્ય કાલવાતના માર્ગદર્શન હેઠળ પ્રોગ્રામ ઓફિસર દ્વારા કરવામાં આવેલ. સમાપન સમારંભ નું સંચાલન બેલીમ ઝાબિર દ્વારા કરવામાં આવેલ હતું.મોરાજ ગ્રામપંચાયતનો આ તકે વિશેષ સહયોગ પણ મળ્યો હતો.
વેરાવળ ચૌહાણ હાઈસ્કૂલમાં NSS યુનિટની રજત જયંતિની ઉજવણી
